હરિયાણા : હાઇકમાન્ડને મળવા દિલ્હી રવાના થયા ખટ્ટર, સરકાર રચવાની ફૉર્મ્યૂલા રજૂ કરશે

News18 Gujarati
Updated: October 25, 2019, 9:58 AM IST
હરિયાણા : હાઇકમાન્ડને મળવા દિલ્હી રવાના થયા ખટ્ટર, સરકાર રચવાની ફૉર્મ્યૂલા રજૂ કરશે
મનોહરલાલ ખટ્ટર (ફાઇલ તસવીર)

અપક્ષ ધારાસભ્યોને સાધી હરિયાણામાં ફરીથી સત્તા મેળવવાના બીજેપીના પ્રયાસો

  • Share this:
ચંદીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 (Haryana Assembly Election 2019)ના પરિણામ જાહેર થયા બાદ આજે સવો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દિલ્હી માટે રવાના થઈ ગયા છે. તેઓ દિલ્હીમાં બીજેપી હાઇકમાન્ડ સાથે મુલાકાત કરશે. બીજેપી સાથે જોડાયેલા સૂત્રો મુજબ, ખટ્ટર હાઇ કમાન્ડ સમક્ષ નવી સરકાર રચવાનો ફૉર્મ્યૂલા રજૂ કરશે. આ ઉપરાંત તેઓ દિલ્હીમાં હરિયાણાના અપક્ષ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. ગુરુવાર સાંજે બીજેપીની સાંસદ સુનીતા દુગ્ગલ સિરસાથી જીતેલા ગોપાલ કાંડા સહિત 6 અપક્ષ ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી પહોંચી હતી.

મળતી જાણકારી મુજબ, તેઓ શુક્રવાર સાંજે પાટનગર ચંદીગઢમાં શપથ ગ્રહણ સમારોહ થશે. શપથ પહેલા ધારાસભ્‍ય દળની બેઠક થશે. જાણકારી મુજબ, શુક્રવાર સાંજે માત્ર મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી પદના શપથ લેશે. બાકી મંત્રીઓના શપથગ્રહણ બાદમાં થશે.

દિલ્હી રવાના થયા ગોપાલ કાંડાહરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી. એવામાં બીજેપીએ પ્રયાસો શરૂ કરી દીધા છે. સિરસાથી હરિયાણા જનહિત પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતેલા ગોપાલ કાંડાએ સંકેત આપ્યા છે કે તેઓ બીજેપીને સમર્થન કરશે. બીજેપીએ તેના માટે પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. ગોપાલ કાંડા (Gopal Kanda) અને રાનિયાંથી જીતેલા અપક્ષ ઉમેદવાર રણજીતસિંહ ચૌટાલા (Ranjit Singh Chautala)ને લઈ બીજેપીની સાંસદ સુનીતા દુગ્ગ્લ દિલ્હી રવાના થયા હતા. કાંડા અને રણજીતસિંહ ચૌટાલાએ એક ચાર્ટર પ્લેનથી દિલ્હી લઈ જવાયા.

બીજેપીની સરકાર બનવી લગભગ નક્કી

આ ઘટનાક્રમ બાદથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે મનોહરલાલ ખટ્ટરની સરકાર બનવાનું નક્કી છે. કાંડાની સાથે પ્લેનમાં 6 ધારાસભ્ય હાજર હતા. આ પહેલા આ ધારાસભ્યોએ બીજેપી સમર્થન આપવાના અહેવાલો સામે આવ્યા હતા. હરિયાણા જનહિત પાર્ટીની ટિકિટ પર સિરસા વિધાનસભા સીટથી ધારાસભ્ય ચૂંટાયેલા ગોપાલ કાંડા બીજેપીને સમર્થન આપતાં સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપી સરકાર રચવાનો દાવો રજૂ કરશે.

(ઇનપુટ : રાહુલ મહાજન)

આ પણ વાંચો,

Haryana Assembly Election 2019: હાર પછી ધ્રૂસકે ધ્રૂસકે રડી TikTok ક્વીન સોનાલી ફોગાટ!
5 વર્ષ પછી ફરીથી જનતાનો વિશ્વાસ મેળવીને વાપસી કરવી મોટી વાત : પીએમ મોદી
First published: October 25, 2019, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading