ખટ્ટર રવિવારે CM પદના શપથ લેશે, દુષ્યંત ચૌટાલા ઉપ મુખ્યમંત્રી બનશે

દુષ્યંત ચૌટાલા અને મનોહરલાલ ખટ્ટરની ફાઇલ તસવીર

મનોહરલાલ ખટ્ટરે રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ એલાન કર્યુ કે રવિવારે બપોરે સવા એક વાગ્યે તેઓ સીએમ પદના શપથ લેશે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : મનોહરલાલ ખટ્ટર (Manohar Lal Khattar) હરિયાણા (Haryana)માં આવતીકાલે મુખ્યમંત્રી પદના (ChieF Minister) શપથ લેશે. ગઈકાલે યોજાયેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે. ખટ્ટરે આજે બપોરે હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળી અને રાજ્યમાં સરકાર રચવાનો દાવો કર્યો હતો.તેમની સાથે જેજેપી પાર્ટીના વડા દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યું હતું કે દુષ્યંત ચૌટાલા રાજ્યના ઉપમુખ્ય મંત્રી બનશે. આવતીકાલે બપોરે 1.15 વાગ્યે ખટ્ટર સી.એમ. પદના શપથ લેશે.

  સૂત્રોના મતે રવિવારે દિવાળીના દિવસે બે વાગ્યે ખટ્ટર ચંડીગઢ સ્થિત રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. સૂત્રોએ જણાવ્યું કે હરિયાણામાં બે ઉપમુખ્ય મંત્રી બની શકે છે જોકે, ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે હરિયાણામાં એક જ ઉપમુખ્ય મંત્રી હશે.

  આ પહેલાં શુક્રવારે રાત્રે ભજપા અને જેજેપીની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, બંને પાર્ટીઓએ મળીને રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભાજપના બનશે જ્યારે ઉપમુખ્યમંત્રી જેજેપીના બનશે. ઘણાં અપક્ષના ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. હરિયાણાની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેમની ભાવનાઓને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.  રાજ્યના વિકાસ માટે સ્થાઈ સરકાર બનાવી જરૂરી: ચૌટાલા

  જેજેપીના દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, સરકાર બનાવવા માટે બંને પાર્ટીઓએ સાથે આવવું જરૂરી. રાજ્યના વિકાસ માટે સ્થાઈ સરકાર જરૂરી. ચૌધરી દેવીલાલના સમયથી અમે બંને સાથે ચાલી રહ્યા છીએ. પાર્ટીના ઘણાં નેતાઓએ આ ગઠબંધન પર સહમતી વ્યક્ત કરી છે. રાજ્યના વિકાસ માટે સાથે મળીને ચાલવું જરૂરી.
  Published by:Jay Mishra
  First published: