Mann Ki Baat: આપણી દીકરીઓ આજે ભારત અને ભારતના સપનાને ઉર્જા આપી રહી છેઃ PM મોદી
મન કી બાતનો 99મો એપિસોડ
99th Edition of Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 99મા એપિસોડમાં દેશની દીકરીઓના કારણે ભારતના સપનાને ઉર્જા મળી રહી હોવાની વાત કરી છે. આ સાથે તેમણે દેશમાં સૌર ઉર્જાની પ્રગતિ, ખેડૂતો, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જેવા મુદ્દાઓ પર દેશના નાગરિકો સાથે વાત કરી છે.
PM Narendra Modi 99th Edition of Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતનો 99મો કાર્યક્રમ કર્યો છે. મન કી બાત કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન મોદી દેશના નાગરીકોને સંબોધિત કરે છે. તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો આ 99મો એપિસોડ છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ખેડૂતો, સૌરઉર્જા, તહેવાર, સંસ્કૃતિ-પરંપરા અને ભારતીય દીકરીઓ સહિતના મુદ્દા પર વાત કરી છે.
દીકરીઓ ભારતના સપનાને ઉર્જા આપી રહી છેઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "નાગાલેન્ડમાં 75 વર્ષમાં પહેલીવાર બે મહિલા ધારાસભ્ય જીતીને વિધાનસભા પહોંચ્યા છે. જેમાંથી એક નાગાલેન્ડ સરકારના મંત્રી પણ બન્યા છે, એટલે કે રાજ્યને પહેલીવાર મહિલા મંત્રી પણ મળ્યા છે. સાથીઓ, થોડા દિવસ પહેલા મારી મુલાકાલ એ જાંબાઝ દીકરીઓ સાથે થઈ હતી, જેઓ તુર્કીના વિનાશકારી ભૂકંપ પછી ત્યાંના લોકોને મદદ કરી હતી. આ તમામ NDRFની સ્ક્વોડમાં સામેલ હતી. તેમના સાહસ અને કુશળતાની આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે."
વધુમાં આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી કોમ્બેટ યુનિટમાં કમાન્ડ અપોઈન્મેન્ટ મેળવનારા મહિલા વાયુસેના અધિકારી બન્યા છે. તેમની પાસે લગભગ 3 હજાર કલાકનો ફ્લાઈંગ અનુભવ છે. આજ રીતે ભારતીય સેનાની જાંબાઝ કેપ્ટન શિવા ચૌહાણ સિયાચિનમાં તૈનાત થનારા પહેલા મહિલા અધિકારી બન્યા છે. સિયાચિનમાં જ્યાં પારો માઈનસ 60 ડિગ્રી સુધી જતો રહે છે, ત્યાં શિવા ત્રણ મહિના સુધી તૈનાત રહેશે. નારી શક્તિની આ ઉર્જા જ વિકસિત ભારતનો પ્રાણવાયુ છે."
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આજે, ભારત જે સામર્થ્યના નવા દોર સાથે આગળ વધી રહ્યો છે, જેમાં મહત્વની ભૂમિકા નારી શક્તિની છે. તમે સોશિયલ મીડિયા પર, એશિયાના પહેલા મહિલા લોકો પાયલટને જરૂર જોયા હશે. સુરેખાજી, એક તરફ કિર્તીમાન બનતા વંદે ભારત એક્સપ્રેસની પહેલા મહિલા લોકો પાયલટ બન્યા છે. આ મહિને પ્રોડ્યુસર ગુનીતા મોંગા અને ડિરેક્ટર કાર્તિકી ગોંઝાલ્વિસ તેમની ડૉક્યુમેન્ટરી 'એલિફન્ટ વિશ્પર'ને ઓસ્કાર જીતીને દેશનું નામ રોશન કર્યું છે. દેશ માટે વધુ એક ઉપલબ્ધી ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક, બહેન જ્યોતિર્મયી મોહંતીજીએ પણ હાંસલ કરી છે. જ્યોતિર્મયીજીને કેમિસ્ટ્રી અને કેમિકલ એનર્જીના ફિલ્ડમાં IUPACનો વિશેષ અવોર્ડ મળ્યો છે. આ વર્ષની શરુઆતમાં જ ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડકપ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે."
વડાપ્રધાન મોદીએ આ સાથે સૌર ઉર્જાના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ વધી રહી હોવાનું જણાવ્યું છે. આ દેશ માટે મહત્વની ઉપલબ્ધી હોવાનું તેમણે કહ્યું છે. વડાપ્રધાને પરંપરા, સંસ્કૃતિની વાત કરીને જણાવ્યું કે આપણા દેશમાં સમયની સાથે સ્થિતિ-પરિસ્થિતિઓ પ્રમાણે પરંપરાઓ વિકસિત થઈ રહી છે, આ જ પરંપરાઓ આપણી સંસ્કૃતિનું સામર્થ્ય વધારે છે અને તેને નિત્ય નૂતન પ્રાણશક્તિ પણ આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર