Mann Ki Baat: PMએ રામજન્મભૂમિનો ઉલ્લેખ કર્યો, કહ્યુ- ન્યાયતંત્રની ગરિમાને સન્માન આપો

News18 Gujarati
Updated: October 27, 2019, 11:48 AM IST
Mann Ki Baat: PMએ રામજન્મભૂમિનો ઉલ્લેખ કર્યો, કહ્યુ- ન્યાયતંત્રની ગરિમાને સન્માન આપો
આજે દિવાળીનો પાવન પર્વ છે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ : પીએમ મોદી

આજે દિવાળીનો પાવન પર્વ છે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ : પીએમ મોદી

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રવિવારે દિવાળીના અવસરે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki baat) દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. આ દરમિયાન તેઓએ દિવાળીની સાથોસાથ #BharatKiLaxmi અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રકાશ પર્વ, કન્નડ કવિયત્રીનો ઉલ્લેખ પણ કર્યો. પીએમ મોદીએ રામજન્મભૂમિ મામલાનો પણ ઉલ્લેખ કર્યો.

ન્યાયતંત્રની ગરિમાને સન્માન આપો : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં અયોધ્યા મામલા પર 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આવેલા ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, રામ મંદિરના મામલે અલાહાબાદ હાઈકોર્ટે જ્યારે ચુકાદો આવવાનો હતો તો દેશમાં અનેક નિવેદનો આપવામાં આવ્યા અને કેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. આ બધું પાંચ-દસ દિવસ સુધી ચાલતું રહ્યું. પર્રતુ જેવો ચુકાદો આવ્યો તો રાજકીય પાર્ટીઓ, સામાજિક સંગઠનો, તમામ સંપ્રદાયના લોકો, સાધુ-સંતો અને સિવિલ સોસાયટીના લોકોએ ખૂબ સંતુલિત નિવેદન આપ્યા હતા. ન્યાયતંત્રના ગૌરવનું સન્માન કર્યું. આપણે તેમાં ધ્યાન આપવું જોઈએ કે દેશમાં કેટલી મોટી તાકાત છે.

દિવાળી અવસરે પીએમ મોદીએ શું કરી 'મન કી બાત'?

- આજે દિવાળીનો પાવન પર્વ છે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ : પીએમ મોદી
- આજકાલ દુનિયાના અનેક દેશોમાં દિવાળી ઉજવાઈ રહી છે. તેમાં માત્ર ભારતીય સમુદાય સામેલ થાય એવું નથી પરંથુ હવે અનેક દેશોની સરકારો, ત્યાંના નાગરિકો દિવાળીને ખૂબ જ હર્ષોલ્લાસની સાથે ઉજવે છે. એક પ્રકારથી ત્યાં ભારત ઊભું કરી દે છે.
Loading...


- પીએમ મોદીએ કહ્યું કે, સકારાત્મક્તાનો પ્રસાર કરો.
- સાથીઓ, દુનિયામાં festival tourismનું પોતાનું જ આકર્ષણ છે. આપણું ભારત, જે country of festivals છે તેમાં #FestivalTourismની પણ ખૂબ જ સંભાવનાઓ છે. આપણો પ્રયાસ હોવો જોઈએ કે આપણે તહેવારોનો પ્રસાર કરીએ : પીએમ મોદી

- મારા વ્હાલા દેશવાસીઓ, અગાઉની #MannKiBaatમાં આપણે નક્કી કર્યુ હતું કે આ દિવાળી પર કંકઈ અલગ કરીશું. મેં કહ્યુ હતું - આવો, આપણે સૌ આ દિવાળી પર ભારતની નારી શક્તિ અને તેની ઉપલબ્ધિઓને celebrate કરીએ, એટલે કે #BharatKiLaxmiનું સન્માન : પીએમ મોદી

રામજન્મભૂમિ પર પણ પીએમે કરી વાત

- અયોધ્યા સ્થિત રામજન્મભૂમિનો પણ પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો. પીએમે કહ્યુ કે, વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવતાં પહેલા તમામ પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા. પીએમે કહ્યુ કે, સપ્ટેમ્બર 2010માં જ્યારે રામ જન્મભૂમિ પર અલાહાબાદ હાઈકોર્ટ ચુકાદો સંભળાવ્યો. તે દિવસને યાદ કરો, કેવો માહોલ હતો.
First published: October 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...