મન કી બાતમાં PM મોદીએ કહ્યું, દેશમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી, વધુ સતર્કતાની જરૂર

આપણે કોરોના સંક્રમણને લઈ તમામ તકેદારી રાખવી પડશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આપણે કોરોના સંક્રમણને લઈ તમામ તકેદારી રાખવી પડશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે મન કી બાત (Mann Ki Baat)ના માધ્યમથી દેશવાસીઓ સાથે કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા ખતરા વિશે વાત કરી. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોના (COVID-19)નો ખતરો ટળ્યો નથી. અનેક સ્થળો પર તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે, આપણે કોરોના સંક્રમણને લઈ તમામ તકેદારી રાખવી પડશે.

  પીએમ મોદીએ આ દરમિયાન દેશવાસીઓની સરાહના કરી, જેમના પ્રયાસથી દેશમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશોથી સારો રહ્યો છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર પણ ઘણો ઓછો છે.


  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચહેરા પ માસ્ક પહેરવો કે કપડું બાંધવું, બે મીટરનું અંતર રાખવું, સતત હાથ ધોવા, ક્યાંય પણ થૂંકવું નહીં, સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખવું- આ આપણા હથિયાર છે જેનાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ.

  આ પણ વાંચો, Mann Ki Baat : કારગિલ યુદ્ધ પર PM મોદીએ કહ્યું, મોટા ઈરાદા સાથે પાકિસ્તાને કર્યું હતું દુઃસાહસ

  PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપ સૌને માસ્ક પહેરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો હોય તો આપણે તે ડૉક્ટર, તે નર્સોને યાદ કરવા જોઈએ જે માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા સૌના જીવનને બચાવવામાં પ્રયત્નશીલ રહે છે.

  આ પણ વાંચો, Unlock 3: શું સ્કૂલ અને મેટ્રો ટ્રેન ફરીથી શરૂ કરવાની મંજૂરી મળશે? કેન્દ્ર સરકાર કરી રહી છે ચર્ચા

  વડાપ્રધાને આ ઉપરાંત કહ્યું કે, હવે લડાઈ માત્ર સરહદ પર જ નથી લડવામાં આવી રહી. દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લડવામાં આવી રહી છે. ક્યારેક આપણે એ વાતને પણ સમજ્યા વગર સોશિયલ મીડિયા પર એવી બાબતોને પ્રોત્સાહન આપી દઈએ છીએ કે આપણા દેશને ખૂબ નુકસાન કરી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: