Home /News /national-international /મન કી બાતમાં PM મોદીએ કહ્યું, 'દેશના યુવાઓને અરાજકતાથી અણગમો'

મન કી બાતમાં PM મોદીએ કહ્યું, 'દેશના યુવાઓને અરાજકતાથી અણગમો'

પીએમ મોદીએ કહ્યું કે આજના યુવા સિસ્ટમને ફૉલો કરવાનું પસંદ કરે છે

પીએમ મોદીએ કહ્યું કે આજના યુવા સિસ્ટમને ફૉલો કરવાનું પસંદ કરે છે

    નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આ વર્ષના અંતિમ મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમ દ્વારા દેશની નાગરિકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે દેશના યુવાઓએ અરાજકતા અને જાતિવાદથી અણગમો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો યુવા જાતિથી ઊંચું વિચારે છે. આ યુવા પરિવારવાદ અને જાતિવાદ પસંદ નથી કરતા. પીએમ મોદીએ કહ્યું કે આજના યુવા સિસ્ટમને ફૉલો કરવાનું પસંદ કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની પેઢી ખૂબ હોશિયાર છે. આ પેઢી કંઈક નવું અને કંઈક અલગ કરવા માંગે છે.

    પીએમ મોદીએ યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સ્વામી વિવેકાનંદજી (Swami Vivekanand) કહેતા હતા કે યુવાવસ્થાની કિંમતને આંકી ન શકાય. આ જીવનનો સૌથી મૂલ્યવાન કાલખંડ હોય છે. વડાપ્રધાને કહ્યું કે આપનું જીવન તેની પર નિર્ભર કરે છે કે તમે પોતાની યુવાવસ્થાનો ઉપયોગ કેવી રીતે કરો છો.

    પીએમ મોદીએ યુવાઓને સંબોધિત કરતાં અલ્યુમની કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો. પીએમે કહ્યું કે અમે અલગ-અલગ સ્થળે ભણીએ છીએ, પરંતુ અભ્યા પૂરો થયા બાદ અલ્યુમની મીટ ખૂબ રોચક કાર્યક્રમ હોય છે. પીએમે કહ્યું કે આ કાર્યક્રમ જૂના મિત્રોને મળવા માટે હોય છે અને જો તેની સાથે કોઈ સંકલ્પ જોડાય તો તેમાં રંગ ઉમેરાઈ જાય છે.

    પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી કે 2022માં દેશના લોકો સ્થાનિક સામાનોને ખરીદવા પર ભાર આપે. પીએમે કહ્યું કે આ કામ સરકારી ન હોવું જોઈએ. દેશના યુવા નાના-નાના ગ્રુપ અને સંગઠન બનાવીને લોકોને સ્થાનિક સામાન ખરીદવા પર ભાર આપે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના હિમાયત પ્રોગ્રામનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે આ કાર્યક્રમના કારણે 18000 યુવાઓને તાલીમ મળી, જ્યારે 5000 યુવાઓને રોજગારી પણ મળી. પીએમએ કહ્યું કે હિમાયત કાર્યક્રમ સ્કિલ ટ્રેનિંગથી જોડાયેલો છે.

    આ પણ વાંચો,

    કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- 'દેશમાં રહેતાં લોકોએ ભારત માતા કી જય બોલવું જ પડશે'
    શિવસેનાએ સોનિયા ગાંધીના વખાણ કર્યા, કહ્યું- તેમના કારણે જ મહારાષ્ટ્રમાં થયું સત્તા પરિવર્તન
    First published: