‘મન કી બાત’માં PM મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરી ચીનને નામ લીધા વગર કહ્યું ‘દુષ્ટ’

News18 Gujarati
Updated: June 28, 2020, 2:53 PM IST
‘મન કી બાત’માં PM મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરી ચીનને નામ લીધા વગર કહ્યું ‘દુષ્ટ’
‘જે સ્વભાવથી દુષ્ટ છે, તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં ધનનો પ્રયોગ ઘમંડમાં અને તાકાતનો પ્રયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે’

‘જે સ્વભાવથી દુષ્ટ છે, તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં ધનનો પ્રયોગ ઘમંડમાં અને તાકાતનો પ્રયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે’

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat)માં દેશમાં કોરોના વાયરસ (Coronavirus) અને પૂર્વ લદાખ સરહદે ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ (Indian China Conflict) અંગે વિગતે પોતાના મનની વાત રજૂ કરી. લદાખમાં થયેલા સંઘર્ષ વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે તો આંખમાં આંખ નાખીને પડકાર આપતા પણ જાણે છે. પૂર્વ લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાને આકરો જવાબ મળ્યો છે. વિશેષમાં PM મોદીએ નામ લીધા વગર ચીન (China)ની તુલના દુષ્ટ તરીકે કરી હતી.

શ્લોકનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ ચીનની તુલના દુષ્ટ સાથે કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત માં સંસ્કૃતના એક શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને તેનો અર્થ જણાવ્યો હતો. અ શ્લોકની મદદથી વડાપ્રધાને પડોશી દેશની તુલના દુષ્ટ તરીકે કરી હતી.

विद्या विवादाय धनं मदाय, शक्ति: परेषां परिपीडनाय |
खलस्य साधो: विपरीतम् एतत्, ज्ञानाय दानाय च रक्षणाय ||

અર્થાત, જે સ્વભાવથી દુષ્ટ છે, તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં ધનનો પ્રયોગ ઘમંડમાં અને તાકાતનો પ્રયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે. પરંતુ સજ્જનની વિદ્યા જ્ઞાન માટે, ધન મદદ માટે, અને તાકાત રક્ષા માટે ઉપયોગ થાય છે. ભારતે પોતાની તાકાતનો હંમેશા સાચી ભાવના સાથે ઉપયોગ કર્યો છે. ભારતનો સંકલ્પ છે- ભારતના સ્વાભિમાન અને સંપ્રભુતાની રક્ષા. ભારતનું લક્ષ્ય છે- આત્મનિર્ભર ભારત. ભારતની પરંપરા છે- વિશ્વાસ, મિત્રતા. ભારતનો ભાવ છે- બંધુતા, આપણે આજ આર્દશોની સાથે આગળ વધતા રહીશું.

આ પણ વાંચો, કોરોના અને લદાખ વિવાદ પર અમિત શાહે કહ્યું, PM મોદીના નેતૃત્વમાં બંને યુદ્ધ જીતીશું

ચીન સાથે થયેલા સંઘર્ષમાં શહીદ થયેલા 20 સૈનિકોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, લદાખમાં આપણા જે વીર જવાન શહીદ થયા છે, તેમના શૌર્યને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે, શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સમગ્ર દેશ તેમનો કૃતજ્ઞ છે, તેમની સામે નત-મસ્તક છે. આ સાથીઓના પરિવારની જેમ જ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દર્દ પણ અનુભવી રહ્યો છે.

આ પણ વાંચો, ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું, લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાઓને આકરો જવાબ મળ્યો

આ ઉપરાંત PM મોદીએ કહ્યું કે, આપણા તમામ પ્રયાસ એ દિશામાં હોવા જોઈએ જેનાથી સરહદોની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને, દેશ આત્મનિર્ભર બને- આજ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ પણ હશે. લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાને આકરો જવાબ મળ્યો.
First published: June 28, 2020, 2:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading