Home /News /national-international /

Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યુ- કોરોનાની વિરુદ્ધ દવાની સાથે સખ્તાઈ પણ જરૂરી

Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યુ- કોરોનાની વિરુદ્ધ દવાની સાથે સખ્તાઈ પણ જરૂરી

ફાઇલ તસવીર

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝીંઝુવાડાની લાઇટ હાઉસનો કર્યો ઉલ્લેખ

    નવી દિલ્હી. વડાપ્રધાન મોદી થોડીવારમાં પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ મન કી બાતના 75મા સંસ્કરણની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, આ કાલની વાત લાગે છે જ્યારે અમે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, અમૃત મહોત્સવની પણ શરૂઆત થઈ ચૂકી છે.

    પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે આ મહિને દેશે પહેલીવાર જનતા કર્ફ્યૂનું નામ સાંભળ્યું હતું. આ દરમિયાન લોકોએ કોરોના વોરિયર્સ માટે દેશ એકજૂથ થઈ ગયો હતો. આજે ભારત દુનિયામાં સૌથી મોટો કોરોના વેક્સીન કાર્યક્રમ ચલાવી રહ્યો છે.

    વડાપ્રધાને ઝીંઝુવાડાની લાઇટ હાઉસનો કર્યો ઉલ્લેખ

    મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, મેં પર્યટનના વિવિધ પાસાઓ પર અનેકવાર વાત કરી છે, પરંતુ આજે અમે Light Houseની વાત કરી રહ્યા છીએ. તે પર્યટનાના હિસાબથી ઘણું અલગ હોય છે. આ લાઇટ હાઉસ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા નામના એક સ્થળ પર છે. આ લાઇટ હાઉસ એટલા માટે ખાસ છે કારણ કે ત્યાંથી હવે સમુદ્ર 100 કિલોમીટર દૂર થઈ ગયો છે. આપને ગામમાં આવા પથ્થર મળી જશે જે એ જણાવતા હશે કે અહીં ક્યારેક બંદર હશે.

    બનાસકાંઠા મધ ઉત્પાદનનું પ્રમુખ કેન્દ્ર બની ગયું છે- વડાપ્રધાન

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016માં એક આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું કે અહીં અનેક સંભાવનાઓ છે, બનાસકાંઠા જિલ્લા અને આપણા ખેડૂતો મિઠાશની ક્રાંતિના નવા અધ્યાયની શરૂઆત કેમ ન કરી કરે? આપને જાણીને ખુશી થશે કે ખૂબ જ ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું પ્રમુખ કેન્ર્ન બની ગયું છે. આજે બનાસકાંઠાના ખેડૂતો મધથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

    આ પણ વાંચો, નવી ચિંતા! હવે 10 વર્ષથી નાના બાળકો ઝડપથી બની રહ્યા છે કોરોનાનો શિકાર, માસૂમ દર્દીઓની સંખ્યામાં વધારો

    આ પહેલા 28 ફેબ્રુઆરીએ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને લોકોને જળ સંરક્ષણ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન લોકોને કોરોના વાયરસ મહામારી સંકટની વચ્ચે તકેદારીના રાખવાની અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની કોઈ બેદરકારી ન રાખવી.

    આ પણ વાંચો, Corona Updates: દેશમાં સતત બીજા દિવસે 62 હજાર નવા કેસ નોંધાયા, 312 દર્દીનાં મોત

    નોંધનીય છે કે, પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની શરુઆત 3 ઓક્ટોબર 2014ના રોજ થઈ હતી. ત્યારથી સતત તેના પ્રસારણનો સિલસિલો ચાલુ છે. દર મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદી દેશના લોકોને રેડિયોના માધ્યમથી પોતાના મન કી બાત કરે છે. વડાપ્રધાનનો આ વિશેષ કાર્યક્રમ 18 ક્ષેત્રીય ભાષાઓ અને 33 બોલીઓમાં પ્રસારિત કરવામાં આવે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Holi 2021, Mann ki baat, નરેન્દ્ર મોદી, હવા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन