Mann Ki Baat: PM મોદીએ કહ્યુ- દરેક ઘરમાં 'વોકલ ફોર લોકલ' ગૂંજી રહ્યું છે

ફાઇલ તસવીર

‘મન કી બાત’માં PM મોદીએ કહ્યુ- અનેક પડકારો આવ્યા, આપણે દરેક સંકટથી પાઠ ભણ્યા

  • Share this:
    નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓ (New Agriculture Laws) વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) અને કેન્દ્ર સરકારની સાથે વાતચીતની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડિસેમ્બર 2020ના છેલ્લા રવિવારે મન કી બાત (Mann Ki Baat)ના માધ્યમથી દેશને સંબોધિત કરી. વડાપ્રધાને મન કી બાતની શરૂઆત કરતાં કહ્યું કે, 4 દિવસ બાદ જ 2021ની શરૂઆત થઈ રહી છે. આ 2020ની અંતિમ મન કી બાત છે. PM મોદીએ કહ્યું કે, આપણો દેશ 2021માં આગળ વધે એવી કામના છે. PM મોદીએ આજની મન કી બાત કાર્યક્રમમાં દેશમાં બનેલી પ્રોડક્ટ્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખાસ અપીલ કરી.

    PM મોદીએ 2020ની અંતિમ મન કી બાતમાં શું કહ્યું?

    - PM મોદીએ કહ્યું કે, આપ લોકોનાઅનેક સંદેશા અમને પ્રાપ્ત થયા છે. લોકોએ પોતાના અનુભવ જણવ્યા છે. દેશમાં હવે ભારતના બનેલા રમકડા વેચાઈ રહ્યા છે.
    - વડાપ્રધાને કહ્યું કે, વિદેશી પ્રોડક્ટસનો વિકલ્પ દેશમાં ઉપલબ્ધ છે. હું દેશવાસીઓને આગ્રહ કરું છું કે તેઓ રોજિંદા ઉપયોગની ચીજોને જુએ, સમજે અને જાણે કે તેઓ કઈ વિદેશી પ્રોડક્ટસનો ઉપયોગ કરી રહ્યા છે. તેના બદલામાં દેશમાં બનેલી પ્રોડક્ટસને ઉપયોગ કરો.

    આ પણ વાંચો, ખેડૂત આંદોલનની આગળની બ્લૂ પ્રિન્ટ તૈયાર, સરકાર સાથે આ 4 મુદ્દાઓ પર થશે વાતચીત

    - PM મોદીએ કહ્યું કે, હવે ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટની સાથે કામ કરવાનો સમય છે.
    - વડપ્રધાન મોદીએ કહ્યું કે, ગ્લોબલ બેસ્ટ વસ્તુઓ ભારતમાં ચોક્કસ બનવી જોઈએ. તેના માટે સ્ટાર્ટ અપ આગળ આવે.

    આ પણ વાંચો, Covid-19 Update: 24 કલાકમાં 18,732 નવા કેસ, 1 જુલાઈ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ

    - દેશમાં 2014થી 2018ની વચ્ચે દીપડાઓની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. – વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    - PM મોદીએ કહ્યું કે, કેસર સદીઓથી કાશ્મીર સાથે જોડાયેલું છે. કાશ્મીરી કેસરને જીઆઇ ટેગ મળવાથી નવી ઓળખ મળી. તેમાં ઔષધિના ગુણ છે.
    - વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં ગીતાનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે ગીતા ભગવાન શ્રીકૃષ્ણની વાણી છે. ગીતા જીવનના દરેક સંદર્ભમાં પ્રેરણા આપે છે.
    - PM મોદીએ ગુરુ તેગ બહાદુરજી અને ગુરુ ગોવિંદ સિંહજીને પણ નમન કર્યું.
    Published by:Mrunal Bhojak
    First published: