નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદી આજે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. આ મન કી બાત કાર્યક્રમનો 94મો એપિસોડ છે. પીએમ મોદીએ દેશવાસીઓને છઠ્ઠ પર્વની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, છઠ્ઠ પૂજામાં સૂર્ય પૂજા પ્રકૃતિની સાથે સાથે આપણી સંસ્કૃતના ઊંડા સંબંધોનું સાક્ષ્ય છે. છઠ્ઠ એક ભારત એક શ્રેષ્ઠ ભારતનું પણ ઉદાહરણ છે. જે દેશના અલગ અલગ રાજ્યો સાથે વિદેશોમાં પણ મનાવાય છે. આ પર્વ સ્વચ્છતા પર પણ ખાસ ભાર આપે છે. છઠ્ઠ તહેવારના આગમન પર રસ્તાઓ, નદીઓ, ઘાટ અને પાણીના અલગ અલગ સ્ત્રોતને સામુદાયિક સ્તર પર સાફ કરવામાં આવે છે.
છઠ્ઠ મહાપર્વમાં સૂર્ય દેવતાની ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું કે, છઠ્ઠ હવે દિલ્હી, મુંબઈ અને ગુજરાતના કેટલાય ભાગોની સાથે સાથે મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં મોટા પાયે આયોજીત કરવામાં આવે છે. સમય વિતવાની સાથે સાથે લગભગ આખા ગુજરાતમાં છઠ્ઠ પૂજાનો રંગ ભળવા લાગ્યો છે. હવે તો વિદેશ પણ ભારતીય સમુદાયના લોકો છઠ્ઠ પૂજા મનાવે છે. જેનો અર્થ એ છે કે, ભારતીય સંસ્કૃતિ અને તેની આસ્થા દુનિયાના દરેક ખૂણામાં દેખાઈ રહી છે. તેમણે સોલર એનર્જી વિશે વાત કરતા કહ્યું કે આપણે હાલમાં જ છઠ્ઠ પૂજા, ભગવાન સૂર્યની પૂજા વિશે વાત કરી છે. એટલા માટે આજે સૂર્યની પૂજાની સાથે સાથે તેમના વરદાનની પણ ચર્ચા શા માટે ન કરવી જોઈએ. સૂર્ય દેવનો આશીર્વાદ છે, સૌર ઊર્જા.
સોલર એનર્જી એક એવો વિષય છે. જેમાં આખી દુનિયા પોતાનું ભવિષ્ય જોઈ રહી છે અને ભારત માટે તો સૂર્ય દેવ સદીઓથી ઉપાસના જ નહીં પણ જીવન પદ્ધતિનું પણ કેન્દ્ર રહ્યો છે. ભારત, આજે પોતાની પરંપરાગત અનુભવો આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યો છે. આજે આપમે સૌર ઊર્જાથી વિજળી બનાવતા સૌથી મોટા દેશોમાં સામેલ છીએ. સૌર ઊર્જાથી કેવી રીતે આપણા દેશના ગરીબો અને મધ્ય વર્ગના જીવનમાં પરિવર્તન લાવી શકીએ,તે પણ અધ્યયનો વિષય છે.
ગુજરાતના મોઢેરાનો ઉલ્લેખ
તેમણે કહ્યું કે, શું તમે ક્યારેય કલ્પના કરી હતી કે, આપ મહિનો આખો વિજળી વાપરો અને આપનું લાઈટ બિલ આવવાની જગ્યાએ આપને વિજળીમાંથી કમાણી થાય ? સૌર ઊર્જાએ આ કરી બતાવ્યું છે. આપે થોડા દિવસ પહેલા દેશના પ્રથમ સૂર્ય ગ્રામ, ગુજરાતના મોઢેરાની ખૂબ ચર્ચા સાંભળી હશે. મોઢેરા સૂર્ય ગ્રામના મોટા ભાગના ઘર, સોલર પાવરથી વિજળી ઉત્પન્ન કરવા લાગ્યા છે. હવે ત્યાં કેટલાય ઘરોમાં મહિનાના અંતે વિજળીનું બિલ આવતું નથી, પણ વિજળીની કમાણીના ચેક આવી રહ્યા છે.
સ્પેસ સેક્ટરમાં આગળ વધતું ભારત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હાલમાં હું સૂરજની વાત કરી રહ્યો છું, હવે મારુ ધ્યાન સ્પેસ તરફ જઈ રહ્યું છે. તે એટલા માટે કારણ કે આપણો દેશ સોલર સેક્ટરની સાથે સાથે સ્પેસ સેક્ટરમાં પણ કમાલ કરી રહ્યો છે. આખી દુનિયા આજે ભારતની ઉપલબ્ધી જોઈને હેરાન છે, એટલા માટે મેં વિચાર્યું કે, મન કી બાતના શ્રૌતાઓને આ જણાવીને ખુશી આપું. આપની સાથે વાત કરીને મને એ જૂના દિવસો યાદ આવી ગયા, જ્યારે ભારતને Cryogenic Rocket Technology આપવાની ના પાડી દીધી હતી. પણ ભારતના વૈજ્ઞાનિકોએ ન ફક્ત સ્વદેશી ટેકનિક વિકસીત કરી પણ તેની મદદથી એક સાથે ઢગલાબંધ ઉપગ્રહો અંતરિક્ષમાં મોકલી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર