Mann ki Baat: PM મોદીએ કહ્યુ- આજનો યુવા વર્ગ વધુ મહેનત કરી રહ્યો છે, સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ વધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યુ- યુવા રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ બનીને ઉભરશે

 • Share this:
  Mann Ki Baat: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતના (Mann Ki Baat) માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ સૌથી પહેલા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ (Major Dhyanchand Birth Anniversary) પર તેમને યાદ કર્યા. વડાપ્રધાને કહ્યું કે, તમે કલ્પના કરી શકો છો કે મેજર ધ્યાનચંદજીના દિલ પર, તેમની આત્મા પર, તેઓ જ્યાં હશે, ત્યાં કેટલી પ્રસન્નતા થતી હશે.

  ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાને કહ્યું કે, આજે, જ્યારે હું દેશના યુવાઓમાં, આપણા દીકરા-દીકરીઓમાં, રમત પ્રત્યે જે આકર્ષણ જોઈ રહ્યો છું, માતા-પિતાને પણ બાળકો જો રમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, જે ધગશ જોવા મળી રહી છે, તેથી હું સમજું છું કે મેજર ધ્યાનચંદજીને બહુ મોટી શ્રદ્ધાંજલિ છે.  PM મોદીના સંબોધનની મહત્ત્વની વાતો

  >> મારા દેશના યુવો વર્ગ સૌથી મોટી શક્તિ બનીને ઉભરશે. આજનો યુવા વર્ગ જૂની કેડીઓ પર નથી ચાલવા માંગતો. તે નવા રસ્તા બનાવવા માંગે છે. લક્ષ્ય પણ નવું, માર્ગ પણ નવો અને આકાંક્ષાઓ પણ નવી, એક વાર મનમાં નક્કી કરી લીધું તો તેની પાછળ લાગી જાય છે. દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

  >> થોડા દિવસ પહેલા જ આપણા દેશમાં રમકડા અંગે ચર્ચા થઈ રહી હતી. જોતજોતામાં જ જ્યારે આપણા યુવાઓના ધ્યાનમાં આ વિષય આવ્યો તો તેમણે પણ મનમાં નક્કી કરી લીધું કે દુનિયામાં ભારતના રમકડાની ઓળખ કેવી રીતે ઊભી કરવી.

  >> કેટલા પણ મેડલ કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં મેડલ નથી મળતો ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીનો મેડલ મળ્યો, ચાર દશક બાદ મળ્યો.

  >> થોડા સમય પહેલા જ, ભારતે પોતાના સ્પેસ સેક્ટરને ઓપન કર્યું અને જોતજોતામાં જ યુવા પેઢીએ આ તકને ઝડપી દીધી અને તેનો લાભ ઉઠાવવા માટે કોલેજોના સ્ટુડન્ટ્સ, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા યુવાઓ ઉત્સાહથી આગળ આવી રહ્યા છે.

  >> આજે નાના-નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ કલ્ચરનો વિસ્તાર થઈ રહ્યો છે અને હું તેમાં ઉજ્જવળ ભવિષ્યના સંકેત જોઈ રહ્યો છું.

  >> થોડા સમય પહેલા જ, ભારતે પોતાના સ્પેસ સેક્ટરને ઓપન કર્યું અને જોતજોતામાં જ યુવા પેઢીએ આ તકને ઝડપી દીધી અને તેનો લાભ ઉઠાવવા માટે કોલેજોના સ્ટુડન્ટ્સ, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા યુવાઓ ઉત્સાહથી આગળ આવી રહ્યા છે.

  >> કાલે જન્માષ્ટમીનો મહાપર્વ પણ છે. જન્માષ્ટમીના આ પર્વ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પર્વ. આપણે ભગવાનના તમામ સ્વરૂપોથી પરિચિત છીએ. નટખટ કનૈયાથી લઈને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્યથી લઈને શસ્ત્ર સામર્થ્યવાળા કૃષ્ણ સુધી. હું તમામ દેશવાસીઓને જન્માષ્ટમીની ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

  આ પણ વાંચો, Tokyo Paralympics: ભાવિના પટેલને PM મોદીએ શુભેચ્છા પાઠવી, કહ્યુ- ‘તેમની જીવન સફર પ્રેરણાત્મક’

  આ પહેલાના જુલાઈ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મન કી બાત એક એવું માધ્યમ છે, જ્યાં સકારાત્મકતા છે, સંવેદનશીલતા છે. મન કી બાતમાં અમે પોઝિટિવ વાતો કરીએ છીએ. સકારાત્મક વિચારો અને સૂચનો માટે ભારતના યુવાઓની આ સક્રિકતા મને આનંદિત કરે છે. મને એ વાતની પણ ખુશી છે કે મન કી બાત માધ્યમથી મને યુવાઓના મનને પણ જાણવાનો અવસર મળે છે.

  આ પણ વાંચો, 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે રોજિંદા જીવન સાથે જોડાયેલા આ 8 નિયમ, સામાન્ય જનતા પર પડશે સીધી અસર

  નોંધનીય છે કે, મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમને આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક અને આકાશવાણી સમાચાર અને મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત કરવામાં આવે છે. તેની સાથે જ આ કાર્યક્રમ ડીડી ન્યૂઝ, વડાપ્રધાન કાર્યાલય (PMO) અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયની યૂટ્યૂબ ચેનલ ઉપર પણ અપલોડ કરવામાં આવે છે.
  Published by:Mrunal Bhojak
  First published: