Home /News /national-international /Mann Ki Baat August 2022: આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ 2023 સુધી ચાલુ રહેશે, અમૃત સરોવરનું નિર્માણ એક જન-આંદોલન: PM નરેન્દ્ર મોદી

Mann Ki Baat August 2022: આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ 2023 સુધી ચાલુ રહેશે, અમૃત સરોવરનું નિર્માણ એક જન-આંદોલન: PM નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

PM Modi Mann ki baat: થોડા સમય પહેલા MyGovના આમંત્રણને શેર કરતા, વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે, “28 ઓગસ્ટે આવનારા મન કી બાત કાર્યક્રમ માટે વિચારો અને ઇનપુટ્સની રાહ જોઈ રહ્યા છીએ. MyGov અથવા NaMo એપ પર પોતાના વિચારો અને અભિપ્રાયો આપવા આહ્વાન કર્યું હતું.

વધુ જુઓ ...
વડાપ્રધાન મન કી બાત (PM Narendra Modi Mann ki baat August 2022) કાર્યક્રમ માટે લોકો પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કરે છે. થોડા સમય પહેલા MyGovના આમંત્રણને શેર કરતા, વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે, “28 ઓગસ્ટે આવનારા મન કી બાત કાર્યક્રમ માટે વિચારો અને ઇનપુટ્સની રાહ જોઈ રહ્યા છીએ. આજે 92મી શ્રેણીમાં PM મોદીએ "નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ. આ ઓગસ્ટ મહિનામાં, તમારા બધા પત્રો, સંદેશાઓ અને કાર્ડ્સે મારી ઓફિસને ત્રિરંગામય બનાવી દીધી છે." કહીને શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: Noida Twin Towers Blast:3700 કિલો વિસ્ફોટકથી 800 કરોડના ટાવર્સ 12 સેકન્ડમાં ધ્વસ્ત થશે, આજથી ‘ટ્વીન ટાવર’ ઇતિહાસ બની જશે

પીએમ મોદી આગળ પોતાની મન કી બાત વધારતા કહે છે કે અમૂત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના વિશેષ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે અને એક નવી ચેતનાની અનુભૂતિ કરી છે. આઝાદીના આ મહિનામાં સમગ્ર દેશમાં દરેક શહેર અને દરેક ગામમાં અમૃત મહોત્સવની અમૃતધારા વહી રહી છે. આપણો ભારત દેશ વિવિધ વિવિધતાઓથી ભરપૂર છે તેમ છતાં જ્યારે તિરંગાની વાત આવી ત્યારે ભારતનો એક એક નાગરિક તિરંગાના એક જ રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો.

આ વેળાએ PM મોદી દેશના વીર જવાનોને યાદ કરીને કહ્યું હતું કે "આપણા સૈનિકોએ ઊંચા પર્વતીય શિખરો પર, દેશની સરહદો પર અને સમુદ્રની વચ્ચે ત્રિરંગો ફરકાવ્યો હતો. લોકો ત્રિરંગા અભિયાન માટે અલગ-અલગ ઇનોવેટિવ આઇડિયા પણ લઈને આવ્યા હતા."

આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ 2023 સુધી ચાલુ રહેશે: PM નરેન્દ્ર મોદી


આઝાદીનો અમૃત મહોત્સવને એક મહત્વની વાત પીએમ મોદીએ મન કી બાતમાં કહી હતી કે આવતા વર્ષે ઓગસ્ટ 2023 સુધી આઝાદીનો અમૃત મહોત્સવ ચાલશે. વધુ કહે છે કે "દેશ માટે, સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, આપણે જે લેખન-આયોજન કરી રહ્યા હતા, આપણે તેને આગળ લઈ જવાનું છે."

અમૃત સરોવરનું નિર્માણ એક જન-આંદોલન


અમૃત સરોવરને લઈને વાત કરતાં પીએમ મોદી કહે છે કે પાણીના મહત્વ વિશે હજારો વર્ષો પહેલા આપણી સંસ્કૃતિમાં જળ સંરક્ષણ સમજાવવામાં આવ્યું છે. જ્યારે આપણે આ જ્ઞાનને આજના સંદર્ભમાં જોઈએ છીએ, ત્યારે આપણને રોમાંચ થાય છે, પરંતુ જ્યારે રાષ્ટ્ર આ જ્ઞાનને પોતાની તાકાત તરીકે સ્વીકારે છે, ત્યારે તેમની શક્તિ અનેકગણી વધી જાય છે. જળને માનવજીવનના પરમ મિત્ર તરીકે ઓળખવ્યું. અને વધુ કહ્યું કે પાણી જીવનદાયીની છે અને જળથી જ એન ઉત્પન્ન થાય છે તેમાજ અમારા સંતાનોનું હિત છે.

વધુમાં આગળ કહે છે કે "અમૃત સરોવરનો ઉપયોગ પ્રાણીઓની તરસ છીપાવવા તેમજ ખેતી માટે કરવામાં આવે છે. આ તળાવોને કારણે આસપાસના વિસ્તારોના Ground Water Table વધારો થયો છે, જ્યારે તેની આસપાસ હરિયાળી પણ વધી રહી છે." પીએમ મોદી યુવાનોને આહ્વાન કરતાં કહે છે કે "હું તમને બધાને, ખાસ કરીને મારા યુવા મિત્રોને વિનંતી કરું છું કે અમૃત સરોવર અભિયાનમાં સક્રિયપણે ભાગ લે અને જળ સંરક્ષણ અને જળ સંરક્ષણના આ પ્રયાસોને પૂરેપૂરી તાકાત આપો, તેમને આગળ લઈ જાઓ."

આ પણ વાંચો: Noida Twin Towers Blast: બપોરે 12.30 વાગ્યે ઇલેક્ટ્રિક ડેટોનેટર સાથે કનેક્ટ થશે; 2.30 વાગ્યે ટ્રિગર દબાવશે 'ને 12 સેકન્ડમાં 32 ફ્લોર ધ્વસ્ત

પ્રોજેકટ સંપૂર્ણ (PROJECT SAMPOORNA)


આસામના બોંગાઈ ગામમાં એક રસપ્રદ યોજના ચલાવવામાં આવી રહી છે. PROJECT સંપૂર્ણ. આ પ્રોજેકટનો હેતુ કુપોષણ સામે લડત લડવાનો છે. આ કુપોષણ સામેની લડાઈ બાળકો રમત રમતમાં સારી અને ખરાબ આદતો વિશે જાણકારી મેળવી શકશે.
First published:

Tags: Mann ki baat, Pm narendr modi

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો