Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં નદીઓને બચાવવાનું કર્યું આહ્વાન

Mann Ki Baat: PM મોદીએ કહ્યુ- નદીને 'મા' કહેવાય છે તો પ્રદૂષિત કેમ થઈ જાય છે?

Mann Ki Baat: PM મોદીએ કહ્યુ- નદીને 'મા' કહેવાય છે તો પ્રદૂષિત કેમ થઈ જાય છે?

 • Share this:
  Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)  ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમમાં નદીઓને બચાવવાનું આહ્વાન કર્યું. વડાપ્રધાને વિશ્વ નદી દિવસના (World Rivers Day) અવસરે કહ્યું કે, “આપણે ત્યાં કહેવાય છે કે, ‘પિબન્તિ નદ્યઃ સ્વય-મેવ નામ્ભઃ’ અર્થાત નદીઓ પોતાનું જળ જાતે નથી પીતી, પરંતુ પરોપકાર માટે આપે છે. આપણા માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણ માટે નદી એક જીવંત એકમ છે, અને તેથી જ તો આપણે નદીઓને માતા કહીએ છીએ.

  મન કી બાતમાં વડાપ્રધાને કહ્યું કે, આપણા માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણા માટે નદી એક જીવંત એકમ છે. તેથી જ આપણે નદીઓને 'મા' કહીએ છીએ. આપણા જેટલા પણ પર્વ, તહેવાર, ઉત્સવ તમામ આપણી આ માતાઓના ખોળામાં જ યોજાય છે. વડાપ્રધાને સવાલ કર્યો કે, તમે નદીના આટલા ગીત ગાઈ રહ્યા છો, નદીને માતા કહી રહ્યા છો તો નદી પ્રદૂષિત કેમ થઈ જાય છે? આપણા શાસ્ત્રોમાં નદીઓમાં થોડું પણ પ્રદૂષણ કરવાને ખોટું ઠેરવવામાં આવ્યું છે.

  વડાપ્રધાન મોદીએ મન કી બાતના 81મા સંસ્કરણમાં કહી આ વાત...

  >> હાલના સમયમાં એક વિશેષ ઇ-ઓક્શન, ઇ-હરાજી ચાલી રહી છે. આ ઇલેક્ટ્રોનિક હરાજી તે ઉપહારો માટે થઈ રહી છે જે મને સમય-સમય પર લોકોએ આપી છે. આ હરાજીથી જે નાણા આવશે, તે નમામિ-ગંગે અભિયાન માટે જ સમર્પિત કરવામાં આવશે. દેશભરમાં નદીઓને બચાવવાની આ જ પરંપરા, આ જ પ્રયાસ, આ જ આસ્થા આપણી નદીઓને બચાવી રાખે છે.  >> હિન્દુસ્તાનના કોઈ પણ સ્થળેથી નદીઓને બચાવવાના પ્રયાસોના સમાચારો જાણવા મળે છે તો આવા કામ કરનારા લોકો પ્રત્યે એક આદરનો ભાવ મારા મનમાં જાગે છે અને મારું પણ મન કરે છે કે તે વાતો આપને જણાવું.

  >> થોડા દિવસ પહેલા સિયાચિનના દુર્ગમ વિસ્તારોમાં 8 દિવ્યાંગોની ટીમે જે કમાલ કરી દર્શાવ્યો છે તે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે. આ ટીમે સિયાચિન ગ્લેશિયરની 15 હજાર ફુટથી પણ વધુ ઊંચાઈ પર સ્થિત ‘કુમાર પોસ્ટ’ પર પહોંચીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

  આ પણ વાંચો, આ 6 તસવીરો વ્યક્ત કરી રહી છે વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસની સમગ્ર કહાણી

  >> આ જાંબાજ દિવ્યાંગોના નામ છે- મહેશ નેહરા, ઉત્તરાખંડના અક્ષત રાવત, મહારાષ્ટ્રના પુષ્પક ગવાંડે, હરિયાણાના અજય કુમાર, લદાખના લોબ્સાંગ ચોસ્પેલ, તમિલનાડુના મેજર દ્વારકેશ, જમ્મુ-કાશ્મીરના ઇરફાન અહમદ મીર અને હિમાચલ પ્રદેશની ચોન્જિન એન્ગમો. અનેક પડકારો છતાંય આપણા આ દિવ્યાંગોએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.

  આ પણ વાંચો, Cyclone Gulab: આજે સાંજે દરિયાકાંઠે ટકરાશે ચક્રવાતી વાવાઝોડું ગુલાબ, આ રાજ્યો એલર્ટ પર

  નોંધનીય છે કે, મન કી બાતના 81મું સંસ્કરણ એવા સમયે પ્રસારિત થયું છે જ્યારે વડાપ્રધાન મોદી અમેરિકાના પોતાના ત્રણ દિવસના (PM  Modi America Visit) પ્રવાસથી ભારત પરત ફર્યા છે. પીએમ મોદીએ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) 76મા સત્રને સંબોધિત કર્યું હતું.
  Published by:Mrunal Bhojak
  First published: