Home /News /national-international /Mann Ki Baat: PM મોદીના મન કી બાતના 100મા એપિસોડને દુનિયા સાંભળશે, બનાવાયો છે મેગા પ્લાન

Mann Ki Baat: PM મોદીના મન કી બાતના 100મા એપિસોડને દુનિયા સાંભળશે, બનાવાયો છે મેગા પ્લાન

મન કી બાતના 100મા એપિસોડનો પ્લાન

Mann Ki Baat @ 100: મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રજાને સંબોધિત કરે છે. આ કાર્યક્રમનો હવે આગામી 100મો એપિસોડ આવશે જેને માત્ર દેશ નહીં પરંતુ દુનિયા સુધી પહોંચાડવાનો મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ભૂપેન્દ્ર પંચાલ, નવી દિલ્હીઃ દેશમાં આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2023) થવાની છે. જેને લઈને ભાજપે અત્યારથી જ જન-જન સુધી કેન્દ્ર સરકારની નીતિઓ પહોંચાડવાની તૈયારી શરુ કરી દીધી છે. આ સાથે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat)નું પ્રસારણ દુનિયાના અન્ય દેશોમાં પહોંચાડવાની પણ યોજના બનાવવામાં આવી છે. નોંધનીય છે કે આજે વડાપ્રધાન મોદીએ મન કી બાતના 99મા એપિસોડ દ્વારા દેશના નાગરિકોને સંબોધિત કર્યા છે અને આગામી 100મો એપિસોડ યોજાશે. મન કી બાત કાર્યક્રમની ભારે પ્રશંસા થાય છે અને તેને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

સમાચાર એજન્સી ANI મુજબ આ વખતે દેશમાં જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોમાં બેઠેલા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડ દ્વારા સાંભળી શકશે. જેને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપના સૂત્ર જણાવે છે કે આ કાર્યક્રમને દુનિયા ભરમાં પ્રસારિત કરવાનું કારણ એ છે કે વડાપ્રધાન મોદી વૈશ્વિક નેતા છે. તમામ દેશના લોકો વડાપ્રધાન મોદીના કામની પ્રશંસા કરે છે. લોકો તેમને સાંભળે છે. અમારી ઈચ્છા છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમને વધુમાં વધુ દેશોમાં પ્રસારિત કરીએ.

મન કી બાત @ 100નો મેગા પ્લાન


ભાજપના સિનિયર નેતાએ એ પણ કહ્યું કે, 'મન કી બાત' સીરિઝમાં જે હસ્તીઓનો ઉલ્લેખ થયો છે, તેમને સન્માનિત કરવામાં આવશે. નેતાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમનો ઉલ્લેખ નામોને 'મન કી બાત' સીરિઝમાં ઉલ્લેખ્યા છે, તેમને રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ સિવાય આ નાયકોનું દિલ્હીમાં પણ સ્વાગત કરવાની યોજાના બનાવવામાં આવી છે. આ તમામની સાથે મન કી બાતના 100મા એપિસોડને સાંભળવામાં આવશે.


ભાજપના સૂત્રનું કહેવું છે કે મન કી બાત કાર્યક્રમ સાંભળવા માટે ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક અને સામાજિક કાર્યકર્તાઓ સાથે સમાજના અન્ય વર્ગના સમૂહ બનાવવામાં આવશે, જે આ કાર્યક્રમ સાંભળશે. દરેક લોકસભા ક્ષેત્રમાં 100 જગ્યાઓ પર 100 લોકો બેસીને પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળશે. આ સિવાય પદ્મ ભૂષણ કે પદ્મ વિભૂષણથી સન્માનિત લોકોનું પણ સન્માન કરવામાં આવશે અને કાર્યક્રમ સાંભળવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત ગૌતમ અને વિનોદ તાવડે મન કી બાત કાર્યક્રમના પ્રભારી છે. તેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ તમામ રાજ્યોમાં ચલાવવામાં આવે છે. આ માટે ભાજપની ટીમ પણ તૈયાર કરી લેવામાં આવી છે.


મન કી બાત કાર્યક્રમના 100મો એપિસોડ 30 એપ્રિલે પ્રસારિત કરવામાં આવશે. 100મા એપિસોડને સફળ બનાવવા માટે ભાજપ એક લાખ કરતા વધારે બૂથો પર ટેલિકાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમની શરુઆત 3 ઓક્ટોબર 2014એ કરી હતી.

આ કાર્યક્રમ દ્વારા એવી હસ્તીઓને શોધવામાં આવી છે કે જેમણે પોતાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે. આ હસ્તીઓની ઓળખ છૂપાયેલી રહી હોય તેમના કામની મન કી બાત કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવામાં આવી છે. પરંતુ હવે સમાજના લોકો તેમને ઓળખવાની સાથે તેમના કાર્યોમાંથી પ્રેરણા પણ લઈ રહ્યા છે.
First published:

Tags: All India Radio, Gujarati news, Mann ki baat, Narendra modi speech, Radio Programme