GDPમાં કડાકો : મનમોહનસિંહે કહ્યુ- જાગૃત નાગરિક તરીકે કહી રહ્યો છું, સ્થિતિ ચિંતાજનક

News18 Gujarati
Updated: November 30, 2019, 7:38 AM IST
GDPમાં કડાકો : મનમોહનસિંહે કહ્યુ- જાગૃત નાગરિક તરીકે કહી રહ્યો છું, સ્થિતિ ચિંતાજનક
ડૉ. મનમોહન સિંઘની ફાઇલ તસવીર

NSSOના આંકડામાં વીજળી, ગેસ, પાણી પૂરવઠો, અન્ય ઉપયોગી સેવાઓના ક્ષેત્રમાં ચાલુ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં 3.6 ટકા અને નિર્માણ ક્ષેત્રમાં 3.3 ટકાના વિકાસ દરનું અનુમાન

  • Share this:
નવી દિલ્હી : દેશની જીડીપી (GDP) 6 વર્ષના તળિયે પહોંચી છે. શુક્રવારે NSSOના આંકડા સામે આવ્યા હતા. આ આંકડાઓ મુજબ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે ((Manmohan Singh) ટિપ્પણી કરી હતી કે સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. તેમણે કહ્યું હતું કે ' આજે જાહેર થયેલા 4.5 ટકાના જીડીપીનો આંક઼ડો સ્પષ્ટપણે અસ્વીકાર્ય છે.'

મનમોહન સિંઘે જણાવ્યું કે 'આપણા દેશની આકાંક્ષા 8-9%ના દરે વધવાની છે, પરંતુ GDP 5%થી 4.5% સુધી ઘટીએ ભારે ચિંતાનો વિષય છે. આર્થિક નીતિઓમાં ફેરફાર કરવાથી અર્થવ્યવસ્થામાં સુધારો નહી આવે. એવું કોઇ નથી જે મંદીના ખતરનાક પરિણામોથી મોં ફેરવી શકે. આપણે સમાજને આ ભયના વાતાવરણમાંથી બહાર કાઠીને સુરક્ષિત માહોલ પ્રદાન કરવો જોઇએ. આપણી વચ્ચે રહેલું વિશ્વાસનું સામાજીક માળખું વેર-વિખેર થઇ ચૂક્યું છે. આ બધુ સરકારની નીતિઓને કારણે બન્યું છે. મોદી સરકાર બધાને શકની નજરે જોઇ રહી છે. પહેલાની સરકારોના તમામ નિર્ણયોને ખોટા માની રહી છે. '

આ પણ વાંચો : સરકારનો નિર્ણય, 1 ડિસેમ્બરથી નહીં પણ આ દિવસથી ફરજીયાત થશે FASTag

આ દરમિયાન એમણે જણાવ્યું કે આપણી અર્થવ્યવસ્થાએ 8% પ્રતિ વર્ષના દરે વિકસિત થવાની જરુર છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ આપણા સમાજની સ્થિતિનું પ્રતિબિંબ છે.

નોંધનીય છે કે તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, જૂલાઇ-સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકા આવી પહોંચ્યો છે. જે ભારત જેવા વિકસિત દેશની આર્થિકવ્યવસ્થા માટે ભારે ચિંતાના સંકેત છે.
First published: November 29, 2019, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading