પંજાબના CM અમરિન્દર સિંહનો ખુલાસો, મનમોહન સિંઘ પાકિસ્તાન નહીં જાય

News18 Gujarati
Updated: October 3, 2019, 6:52 PM IST
પંજાબના CM અમરિન્દર સિંહનો ખુલાસો, મનમોહન સિંઘ પાકિસ્તાન નહીં જાય
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (ફાઇલ તસવીર)

ડૉ. મનમોહનસિંઘ 10 વર્ષ સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા, આ દરમિયાન તેમણે ક્યારેક પાકિસ્તાનની મુલાકાત લીધી ન હતી.

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ (Manmohan Singh) કરતારપુર સાહિબ (Kartarpur Sahib)ના પહેલા જત્થાની સાથે પાકિસ્તાન જશે નહીં. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મનમોહન સિંઘ કરતારપુર સાહિબના પહેલા જત્થાની સાથે પાકિસ્તાન જશે. જોકે પંજાબના સીએમ કૅપ્ટન અમરિન્દર સિંહે આ પ્રકારના સમાચારનું ખંડન કર્યું છે. પંજાબના કૅપ્ટન અમરિન્દર સિંહે કહ્યું હતું કે કરતારપુરના ઉદ્ઘાટન સમારોહ માટે પાકિસ્તાન જવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. મને લાગે છે કે ડૉં.મનમોહન સિંઘ પણ ત્યાં જશે નહીં.

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંઘ ઉર્ફે "કેપ્ટને" આજે નવી દિલ્હી ખાતે મનમોહન સિંઘની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી તે પાકિસ્તાન જશે તેવા સમાચાર બહાર આવ્યા હતા.

આ પણ વાંચો : કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહ માટે પાકિસ્તાન મનમોહન સિંહને નિમંત્રણ આપશે

ગયા અઠવાડિયે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે તેમની સરકાર ભારતના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. મનમોહન સિંઘને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરશે.

નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનો જન્મ દેશના ભાગલા પહેલા ગાહ ગામમાં થયો હતો. આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે. ડૉ. મનમોહનસિંઘ 10 વર્ષ સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા, આ દરમિયાન તેમણે ક્યારેક પાકિસ્તાનની મુલાકાત લીધી ન હતી. તેમની ઑફિસે આ પહેલા જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનના આવા કોઈ પણ આમંત્રણનો સ્વીકાર નહીં કરે.

નોંધનીય છે કે કરતારપુર કોરીડોર ભારત અને પાકિસ્તાન સાથે મળીને બનાવી રહ્યા છે. આ કોરીડોર પાકિસ્તાનમાં આવેલો છે, જે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનાક તીર્થસ્થળને કરતારપુર સાથે જોડે છે. આ કોરીડોર બનાવવાનો ઉદેશ્ય ભારતના દર્શનાર્થીઓ વિઝા કે કોઈ પણ પ્રકારની અટપટી પ્રક્રિયામાંથી પસાર થયા વગર કરતારપુર સાહિબના દર્શન કરી શકે તેવો છે. કરતારપુર સાહિબ ગુરુદ્વારા ડેરા બાબા નાનક તીર્થસ્થળથી ચાર કિલોમીટર દૂર પાકિસ્તાનમાં આવેલી છે.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading