Home /News /national-international /

ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલને ગણાવ્યા નર્વસ, કહ્યું- તેઓ એવા સ્ટુડન્ટ જેમનામાં ઝનૂનનો અભાવ

ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલને ગણાવ્યા નર્વસ, કહ્યું- તેઓ એવા સ્ટુડન્ટ જેમનામાં ઝનૂનનો અભાવ

બરાક ઓબામાએ પોતાના પુસ્તક A promised Landમાં મનમોહન સિંહ વિશે લખ્યું કે, તેમનામાં એક પ્રકારની અગાધ નિષ્ઠા છે

બરાક ઓબામાએ પોતાના પુસ્તક A promised Landમાં મનમોહન સિંહ વિશે લખ્યું કે, તેમનામાં એક પ્રકારની અગાધ નિષ્ઠા છે

  નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા (Barack Obama)એ પોતાના નવા પુસ્તકમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh)નો ઉલ્લેખ કર્યો છે. ઓબામાએ પોતાની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ (A promised Land)માં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નર્વસ અને ઓછી યોગ્યતાવાળા ગણાવ્યા છે.

  ઓબામાએ રાહુલને નર્વસ અને પોતાના વિશે પરિપક્વ ન હોવાના ગુણોવાળા કહ્યા છે. પોતાના પુસ્તકમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખે રાહુલ ગાંધીની તુલના એક એવા સ્ટુડન્ટ સાથે કરી છે જેણે કોર્સ વર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સાહિત પણ હતા, પરંતુ આ વિષયમાં મહારથ હાસલ કરવા માટે યોગ્યતા નથી અથવા તો ઝનૂનનો અભાવ છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો તેઓએ ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેમનામાં એક પ્રકારની અગાધ નિષ્ઠા છે.

  આ પણ વાંચો, Dhanteras 2020: ધનતેરસે પાર્ટનરને આપો આ ખાસ જ્વેલરી, આંખોમાં આવી જશે ચમક

  પુતિન અને બાઇડનનો પણ કર્યો ઉલ્લેખ

  બરાક ઓબામાના પુસ્તકના અંશોનો ઉલ્લેખ નાઇજીરિયન લેખક ચિમ્માંડા જોગજી અદીચીએ પોતાના ધ ન્યયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત પુસ્તક સમીક્ષામાં કર્યો છે. રાહુલ ગાંધી અને મનમોહન સિંહ ઉપરાંત આ પુસ્તકમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનનો પણ ઉલ્લેખ કર્યો છે. બરાક ઓબામાનું પુસ્તક તેમના અંગત જીવનની તુલનામાં તેમના રાજકીય વલણ પર વધુ કેન્દ્રિત છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખે રાજનીતિમાં પોતાના પ્રારંભિક દિવસોથી લઈને ઓસામા બિન લાદેનની હત્યા સુધી અનેક મુદ્દાઓ વિશે પોતાના પુસ્તકમાં લખ્યું છે.

  આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmahના પોપટલાલને મોટો આંચકો, હવે નથી રહ્યા પત્રકાર?

  ઓબામાની રાહુલ સાથે 2017માં થઈ હતી મુલકાત

  ઉલ્લેખનીય છે કે, બરાક ઓબામા જ્યારે 2017માં ભારતના પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે થઈ હતી. બરાક ઓબામા સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની સાથે ઉપયોગી વાતચીત થઈ. તેમને ફરી એકવાર મળવું ખૂબ સારું લાગ્યું.

  (નીરજ કુમારનો રિપોર્ટ)
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Manmohan singh, US, અમેરિકા, બરાક ઓબામા, ભારત, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन