બુક લોન્ચિંગ કાર્યક્રમઃ મનમોહન સિંહે કરી શાયરી, તો મોદીએ કર્યા વખાણ
બુક લોન્ચિંગ કાર્યક્રમઃ મનમોહન સિંહે કરી શાયરી, તો મોદીએ કર્યા વખાણ
વેંકૈયા નાયડૂએ રાષ્ટ્રપતિ તરીકે પોતાનો એક વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે. આ અવસર પર તેમણે 'મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ: એ ઈયર ઈન ઓફિસ'નામનું પુસ્તક લખ્યું છે.
વેંકૈયા નાયડૂએ રાષ્ટ્રપતિ તરીકે પોતાનો એક વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે. આ અવસર પર તેમણે 'મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ: એ ઈયર ઈન ઓફિસ'નામનું પુસ્તક લખ્યું છે.
વેંકૈયા નાયડૂએ ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાનો એક વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે. આ અવસર પર તેમણે 'મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ: એ ઈયર ઈન ઓફિસ'નામનું પુસ્તક લખ્યું છે. વિજ્ઞાન ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નાયડૂની બુક લોન્ચ કરી. પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ પણ આ અવસર પર હાજર રહ્યા. આ દરમ્યાન જ્યાં પૂર્વ પીએમ મનમોહન સિંહે ઉપરાષ્ટ્રપતિ નાયડૂ માટે શેર-ઓ-શાયરી કરી તો, પીએમ મોદીએ પણ તેમના વખાણમાં કવિતાની પંક્તિ વાંચી.
પુસ્તકના લોન્ચિંગ બાદ પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહે કહ્યું કે, નાયડૂએ ઉપરાષ્ટ્રપતિ, રાજનૈતિક અને પ્રશાસનિક અનુભવની ઓફિસમાં કામ કર્યું છે. આ તેમના એક વર્ષના અનુભવમાં ઘણુ હદ સુધી દેખાય છે. પરંતુ તેમનું બેસ્ટ હજુ આવવાનું બાકી છે.
ડો. મનમોહન સિંહે શાયરાના અંદાજમાં કહ્યું કે, જેવું એક કવિએ કહ્યું છે કે, 'સિતારો કે આગે જહાં ઔર ભી હૌ, અભી ઈશ્ક કે ઈમ્તિહાન મે ઔર ભી હૈ'
He brings to office of VP,political&administrative experience&that is amply reflected in his 1 year in office. But best is yet to come. As a poet has said, "Sitaron ke aage jahan aur bhi hain, abhi ishq ke imtehaan aur bhi hain": Dr. Manmohan Singh at Venkaiah Naidu's book launch pic.twitter.com/KhXU82WIsX
તો આ બાજુ પીએમ મોદીએ વેંકૈયા નાયડૂના વખાણમાં કવિતાની પંક્તિઓ વાંચી, તેમણે નાયડૂને એક અનુશાસી નેતા જાહેર કર્યા છે. પીએમ મોદીએ દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની વાત કરતા એક કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે કહ્યું કે, અટલજી વેંકૈયા નાયડૂને એક મંત્રાલય આપવા માંગતા હતા. વેંકૈયાજીએ કહ્યું કે, હું ગ્રામિણ વિકાસ મંત્રી બનવા માંગુ છું. તે દિલથી ખેડૂત છે. તે ખેડૂતો અને કૃષીના કલ્યાણની દિશામાં સમર્પિત છે.
Delhi: PM Narendra Modi releases Vice President Venkaiah Naidu's book “Moving On… Moving Forward: A Year in Office.” Former Prime Minister Dr.Manmohan Singh also present pic.twitter.com/kC7CutaFj9
આ દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ કહ્યું કે, આ એક એવો સમય છે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે. મને આ પદ સાથે એક નવી ભૂમિકામાં દેશ અને દેશના લોકોની સેવા કરવા માટે ગોરવ અનુભવ થઈ રહ્યો છે. આ એક એવી પળ છે, જ્યારે દેશને બદલવા માટે મજબૂત રાજનૈતિક ઈચ્છાશક્તિ લોકોને એક સાથે લાવી શકે છે. હજુ ઘણો રસ્તો કાપવાનો બાકી છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં આગળ વધવું જોઈએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર