Home /News /national-international /નેપાળની ચૂંટણીમાં બોલીવુડની એક્ટ્રેસ પ્રચાર કરવા જશે, હિન્દુ સમર્થક પાર્ટીને મત આપવા કરી અપીલ

નેપાળની ચૂંટણીમાં બોલીવુડની એક્ટ્રેસ પ્રચાર કરવા જશે, હિન્દુ સમર્થક પાર્ટીને મત આપવા કરી અપીલ

મનીષા કોયરાલા (ફાઈલ ફોટો)

નેપાળમાં આગામી 20 નવેમ્બરે ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા પણ પ્રચાર કરે તેવા સંકેતો છે.

    Manisha Koirala Nepal: નેપાળમાં આગામી 20 નવેમ્બરે ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા પણ પ્રચાર કરે તેવા સંકેતો છે. મનીષા હિન્દુ સમર્થક પાર્ટી માટે પ્રચાર કરવા જઈ રહી છે. મનીષા પોતે નેપાળના રાજકારણ સાથે સંબંધ રાખે છે. તે નેપાળના પહેલા ચૂંટાયેલા વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના સંસ્થાપક બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલાની પૌત્રી છે.

    મનીષાએ નેપાળમાં ચૂંટણી પ્રચાર અંગે જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે, તે નેપાળમાં 20 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા હિન્દુ તરફી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) માટે પ્રચાર કરશે.

    મનીષા કોઈરાલાએ લોકોને RPPને મત આપવા અપીલ કરી


    બોલીવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલાએ જણાવ્યું છે કે, પ્રગતિશીલ રાજકારણના નામે પરંપરાગત અને રાષ્ટ્રવાદી પરિબળોને બાકાત રાખવાથી દેશને ઘણું નુકસાન થયું છે. આથી તેઓ લોકોને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી)ને મત આપવાની અપીલ કરશે.

    અભિનેત્રી બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે


    નેપાળના પહેલા ચૂંટાયેલા વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના સંસ્થાપક બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલાની પૌત્રી મનીષા કોઈરાલા શુક્રવારે પાર્ટીની ઓછામાં ઓછી બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાની છે.

    મનીષા કોઈરાલા બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે


    નેપાળના પહેલા ચૂંટાયેલા વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના સંસ્થાપક બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલાની પૌત્રી મનીષા કોઈરાલા શુક્રવારે પાર્ટીની ઓછામાં ઓછી બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાની છે.

    આ પણ વાંચો: VIDEO: વાયરલ થયો ફની કપલનો વીડિયો, લોકોએ કહ્યું- મોત આપજો પણ આવી ગર્લફ્રેન્ડ ન આપતા

    મનીષા કોઈરાલાએ શું જાહેરાત કરી?


    બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ ટ્વીટ કર્યું હતું કે, હું મારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને ઘરે જઈને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીનો પ્રચાર કરી રહી છું. રાજેન્દ્ર લિંગ્ડેનના સ્વરૂપે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીને યુવાન, ગતિશીલ અને દીર્ઘદૃષ્ટા નેતા મળ્યા છે.

    મનીષા કોઇરાલાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રગતિશીલ રાજકારણ અને કોમી વૈમનસ્યતાના નામે પરંપરાગત અને રાષ્ટ્રવાદી પરિબળોના બહિષ્કારને કારણે દેશના સામાજિક અને રાજકીય તાણાવાણાને ભારે નુકસાન થયું છે. આપણે તેને સરખું કરવાની જરૂર છે. હું કદાચ વધુ વિસ્તારોમાં પ્રવાસ ન કરી શકું, પરંતુ કૃપા કરીને આરપીપીને મત આપો. જય નેપાળ.

    એક જ તબક્કામાં થશે મતદાન


    નેપાળમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલાએ હિન્દુ તરફી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) માટે પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે.
    First published:

    Tags: Manisha Koirala, Nepal

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन