CAA Protest : મનીષ સિસોદિયાએ કંગનાને શીખવ્યું અર્થશાસ્ત્ર, કહ્યું મજૂર પણ આપે છે ટેક્સ

મનીષ સિસોદિયા અને કંગના

"સિનેના હૉલમાં જઇને એક સામાન્ય મજૂર પણ ફિલ્મ સિતારોની તિજોરીઓ ભરે છે.": સિસોદિયા

  • Share this:
    દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ (Manish Sisodia) બોલિવૂડ સ્ટાર કંગના રનૌત (Kangana Ranaut) પર ટિપ્પણી કરતા તેને અર્થશાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે. કંગનાએ નાગરિકતા કાનૂન (CAA Protest) વિરુદ્ધ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન અંગે સાર્વજનિક સંપત્તિને નુક્શાન પહોંચાડવા પર સવાલ કર્યો હતો. અને કહ્યું હતું કે ભારતમાં બસ કેટલાક જ લોકો ટેક્સ આપે છે. અને અન્ય બીજા લોકો આ ટેક્સ આપનાર લોકો પર નભે છે. તેવામાં દિલ્હીના નાણાંમંત્રી સિસોદિયાએ કંગનને અર્થશાસ્ત્રની બેઝિક જાણકારી આપતા સમજાવ્યું કે ભલે એક મજૂર પ્રત્યક્ષ ટેક્સ નથી આપતો પણ તેની પર પણ અપ્રત્યક્ષ ટેક્સ લાગે છે જેની ચૂકવણી તે કરે છે.

    ઉલ્લેખનીય છે કે કંગના રનૌત તેની આગામી ફિલ્મ પંગાના ટ્રેલર લૉન્ચમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વખતે CAA મામલે બોલતા કંગનાએ કહ્યું કે જ્યારે કોઇ પણ પ્રદર્શન કરે તો એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તે હિંસક ન બને, કારણ કે આપણા દેશમાં ખાલી 3-4 ટકા લોકો જ ટેક્સ ચૂકવે છે. તે સાથે જ કંગનાએ કહ્યું કે "તમને બસ, ટ્રેનોને આગ ચાંપી કરવાનો કે દેશમાં હંગામો કરવાનો અધિકાર કોણે આપ્યો? એક બસની કિંમત 70-80 લાખ રૂપિયા હોય છે આ કોઇ નાની રકમ નથી."



    આ પર સિસોદિયાએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે "હિંસા અને સાર્વજનિક સંપત્તિને નુક્શાન પહોંચાડવું ખોટું છે. તે માનવતા અને કાનૂન બંનેની વિરુદ્ધ છે...પણ આ દેશ ખાલી 3 ટકા લોકોના ટેક્સ પર નિર્ભર નથી. દેશનો દરેક વ્યક્તિ, ત્યાં સુધીને સામાન્ય મજૂરથી લઇને અરબપતિ દરેક કોઇને કોઇ ટેક્સ આપે છે." વધુમાં સિસોદિયાએ કહ્યું કે "અને હાં! સિનેના હૉલમાં જઇને એક સામાન્ય મજૂર પણ ફિલ્મ સિતારોની તિજોરીઓ ભરે છે. અને આ દેશ માટે મનોરંજન ટેક્સ પણ આપે છે. હવે વિચારો કોણ કોના પર નિર્ભર છે?"
    Published by:Chaitali Shukla
    First published: