Home /News /national-international /Delhi excise policy : CBI તપાસ પહેલા મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા, કહ્યું- મને ગુજરાત જતા રોકવા માગે છે

Delhi excise policy : CBI તપાસ પહેલા મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા, કહ્યું- મને ગુજરાત જતા રોકવા માગે છે

મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા

Delhi excise policyઃ દિલ્હીમાં કેજરીવાલ સરકારની શરાબ નીતિને લઈને વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલામાં તપાસ કરી રહેલી CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સમન્સ જારી કરી આજે 11 વાગે પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે, આમ આદમી પાર્ટીનો દાવો છે કે CBIએ સિસોદિયાની ધરપકડ કરવા માટે બોલાવ્યો છે.

વધુ જુઓ ...
    દિલ્હીમાં કેજરીવાલ સરકારની શરાબ નીતિને લઈને વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલામાં તપાસ કરી રહેલી CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સમન્સ જારી કરી આજે 11 વાગે પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે, આમ આદમી પાર્ટીનો દાવો છે કે CBIએ સિસોદિયાની ધરપકડ કરવા માટે બોલાવ્યો છે.

    મનીષ સિસોદિયા CBI ઓફિસ પહોંચતા પહેલા આમ આદમી પાર્ટીની ઓફિસ પહોંચ્યા. અહીંથી તેઓ આપ નેતાઓની સાથે રાજઘાટ પહોંચ્યા. અહીં તેમને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. સિસોદિયાએ આ પહેલા કહ્યું કે, તેમનો ઈરાદો મારી ધરપકડ કરવાનો છે. મારા ઘરમાં રેડ કરાવી, ગામમાં દરોડા પાડ્યા પરંતુ કંઈ ન મળ્યું. તેમને સમગ્ર મામલાને વખોડતા કહ્યું કે આ લોકો મને જેલમાં નાખવા માગે છે જેથી હું ગુજરાત ન જઈ શકું. દિલ્હીના ડેપ્યુ CMએ કહ્યું, ગુજરાતમાં સ્કૂલની હાલત ખરાબ છે. યુવાનો બેરોજગાર છે.

    pic.twitter.com/sPA4PwMllK



    આ પણ વાંચોઃ પોલીસ સ્ટેશનમાંથી ફિલ્મી ઢબે યુવતીને ઉઠાવીને લઈ ગયા ,પતિ બૂમો પાડતો રહ્યો અને પોલીસ જોતી રહી ગઈ

    તેમને કહ્યું કે, ગુજરાત ચૂંટણીમાં બીજેપી હારી રહી છે તેથી આ લોકો મને જેલમાં નાખી રહ્યા છે. મનીષ સિસોદિયાએ કહ્યું, ગુજરાતની ચૂંટણી આમ આદમી લડી રહી છે. આ પહેલા મનીષ સિસોદિયા ઘરેથી તિલક લગાવીને, મીઠાઈ ખાઈને હસતા હસતા CBI ઓફિસ માટે રવાના થયા. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ મનીષ સિસોદિયાના ઘરે પહોંચ્યા હતા.

    તો બીજી તરફ વિવાદની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાને જોતા CBI ઓફિસની પાસે સુરક્ષાની વ્યસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં મનીષ સિસોદિયાના ઘરની આસપાસ આપના કાર્યકર્તા ભેગા થયા છે, એટલા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. CBI ઓફિસની બંને તરફ જતા રસ્તા પર પોલીસે બેરિકેડિંગ લગાવી દીધા છે. અહીં મોટી સંખ્યામાં પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

    આ પહેલા પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા CBI ઓફિસની બહાર પ્રદર્શન કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસને આશંકા છે કે આજે પણ હંગામો થઈ શકે છે. હંગામાની આશંકાને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસ પહેલાથી જ અલર્ટ મોડમાં છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: CBI Case, Delhi government, Delhi News

    विज्ञापन
    विज्ञापन