કેન્દ્રનો કર્મચારી હોય તો એફઆરઆઇ પણ નહીં નોંધવાની : મનીષ સિસોદીયા

આપ સરકાર દ્વારા બોલાવાયેલા વિશેષ વિધાનસભા સત્રમાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારના નોટીફિકેશન મામલે વિધાનસભામાં પ્રસ્તાવ રજુ કરતાં આકરા શબ્દોનો પ્રહાર કર્યો હતો. કેન્દ્રના આ નોટીફિકેશનનું અર્થઘટન કરતાં કહ્યું હતું કે, દિલ્હી રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે પરંતુ આ નોટીફિકેશનથી જો કેન્દ્રનો કર્મચારી હોય તો એની સામે એફઆરઆઇ પણ નહીં નોંધવાની એવો અર્થ થાય છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # આપ સરકાર દ્વારા બોલાવાયેલા વિશેષ વિધાનસભા સત્રમાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારના નોટીફિકેશન મામલે વિધાનસભામાં પ્રસ્તાવ રજુ કરતાં આકરા શબ્દોનો પ્રહાર કર્યો હતો. કેન્દ્રના આ નોટીફિકેશનનું અર્થઘટન કરતાં કહ્યું હતું કે, દિલ્હી રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે પરંતુ આ નોટીફિકેશનથી જો કેન્દ્રનો કર્મચારી હોય તો એની સામે એફઆરઆઇ પણ નહીં નોંધવાની એવો અર્થ થાય છે.

સિસોદિયાએ કહ્યું કે, આપ સરકારે ભ્રષ્ટાચાર સામે જોરદાર જંગ શરૂ કર્યો છે. 100 દિવસમાં ભ્રષ્ટાચારને ઓછો કર્યો છે. ભ્રષ્ટાચારોમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા (એસીબી)નો ખોફ છે. એસીબીના કર્ચારીઓઓએ ઓછા સંસાધનો વચ્ચે અભૂતપૂર્વ કામ કરી બતાવ્યું છે. ઘણા ખરા લાંચીયા અધિકારીઓ, કર્મચારીઓ રંગેહાથ પકડાયા છે. પરંતુ કેન્દ્ર સરકારને આ કામ ગમ્યુ નથી. એસીબીની સફળતાને જોઇ કેન્દ્ર સરકાર ગભરાઇ ગઇ છે અને નોટીફિકેશન બહાર પાડ્યું છે જેમાં કહેવાયું છે કે, દિલ્હી એસીબી માત્રને માત્ર દિલ્હી સરકાર હેઠળ આવનારા કર્મચારીઓ, અધિકારીઓની તપાસ કરશે.

કેન્દ્રના નોટીફિકેશનમાં કહેવાયું છે કે, કેન્દ્રના કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર દિલ્હી એસીબીને નહીં હોય. સિસોદીયાએ આ વાતને અલગ રીતે સમજાવતાં કહ્યું હતું કે, આ તો એના જેવું થયું કે, કોઇ હત્યા કરે તો એને પુછવાનું કે તું કેન્દ્ર સરકારનો કર્મચારી છે કે રાજ્ય સરકારનો. જો એ કેન્દ્ર સરકારનો કર્મચારી હોય તો એની વિરૂધ્ધ એફઆરઆઇ પણ નોંધવાની નહીં.
First published: