સીબીઆઈએ વર્ષ 2021-22ની આબકારી નીતિ તૈયાર કરવા અને લાગૂ કરવામાં કથિત રીતે 26 ફેબ્રુઆરીની સાંજે સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. ગત વર્ષે જૂન મહિનામાં દિલ્હીના તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ સિસોદિયાની ધરપકડ થઈ છે.
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે સોમવારે 14 દિવસ માટે જ્યૂડિશયલ કસ્ટડીમાં મોકલી દીધા. હવે તેમને 20 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ 4 માર્ચે તેમની સીબીઆઈએ ધરપકડ બે દિવસ માટે લંબાવી દીધી હતી, જેની સમય આજે ખતમ થઈ રહ્યો હતો. વિશેષ ન્યાયાધીશ એમ કે. નાગપાલે એજન્સીને સોમવારે આમ આદમી પાર્ટીના નેતાને કોર્ટમાં હાજર કરવાના નિર્દેશ આપ્યા હતા.
સીબીઆઈએ વર્ષ 2021-22ની આબકારી નીતિ તૈયાર કરવા અને લાગૂ કરવામાં કથિત રીતે 26 ફેબ્રુઆરીની સાંજે સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. ગત વર્ષે જૂન મહિનામાં દિલ્હીના તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ સિસોદિયાની ધરપકડ થઈ છે.
સીબીઆઈના વકીલે કહ્યું કે, અમે વધુ સીબીઆઈ રિમાન્ડ નથી માગી રહ્યા, પણ આગામી 15 દિવસમાં અમને તેની માગ કરી શકીએ છીએ.
દિલ્હીની આબકારી નીતિ મામલામાં રાઉઝ એવેન્યૂ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યૂશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
આપ નેતા આતિશી પણ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મનીષ સિસોદીયા સાથે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને દિલ્હીની આબકારી નીતિ મામલામાં સીબીઆઈ રિમાન્ડ ખતમ થવા પર રાઉઝ એવન્યૂ કોર્ટ લાવવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર