Home /News /national-international /મનીષ સિસોદિયાનો દાવો- મારી પાસે સંદેશો આવ્યો, ભાજપામાં આવી જાવ, CBI-EDના કેસ બંધ કરાવી દઇશું
મનીષ સિસોદિયાનો દાવો- મારી પાસે સંદેશો આવ્યો, ભાજપામાં આવી જાવ, CBI-EDના કેસ બંધ કરાવી દઇશું
મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે મારી પાસે ભાજપાનો સંદેશ આવ્યો છે
Delhi Excise Policy - મનીષ સિસોદિયાએ કહ્યું - હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી લઇશ પણ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝુકીશ નહીં. મારી સામે બધા કેસ ખોટા છે, જે કરવું હોય તે કરી લો
નવી દિલ્હી : દિલ્હીની નવી શરાબ નીતિમાં (excise policy)કથિત કૌભાંડના આરોપમાં સીબીઆઈની (cbi)તપાસનો સામનો કરી રહેલા રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ (manish sisodia)મોટો દાવો કર્યો છે. મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે તેમને એક સંદેશો મળ્યો છે કે આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં સામેલ થવા પર તેમની સામે ચાલી રહેલા બધા કેસ બંધ કરી દેવામાં આવશે.
મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે મારી પાસે ભાજપાનો સંદેશ આવ્યો છે. ‘આપ’ તોડીને ભાજપામાં આવી જાવ, બધા CBI-EDના કેસ બંધ કરાવી દઇશું. મારો ભાજપાને જવાબ - હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી લઇશ પણ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝુકીશ નહીં. મારી સામે બધા કેસ ખોટા છે, જે કરવું હોય તે કરી લો.
मेरे पास भाजपा का संदेश आया है- “आप” तोड़कर भाजपा में आ जाओ, सारे CBI ED के केस बंद करवा देंगे
मेरा भाजपा को जवाब- मैं महाराणा प्रताप का वंशज हूँ, राजपूत हूँ। सर कटा लूँगा लेकिन भ्रष्टाचारियो-षड्यंत्रकारियोंके सामने झुकूँगा नहीं। मेरे ख़िलाफ़ सारे केस झूठे हैं।जो करना है कर लो
થોડા દિવસો પહેલા સીબીઆઈએ દારૂની નીતિમાં ભ્રષ્ટાચારના આરોપમાં મનીષ સિસોદિયાના ઘર સહિત 31 અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. સિસોદિયા એક્સાઇઝ વિભાગ પણ સંભાળે છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં નોંધવામાં આવેલી એફઆઈઆરમાં નામ આપવામાં આવેલ 15 આરોપીઓની યાદીમાં સિસોદિયાને આરોપી નંબર 1 બનાવવામાં આવ્યો છે. 11 પાનાની એફઆઈઆરમાં ઉલ્લેખિત અપરાધોમાં ભ્રષ્ટાચાર, ગુનાહિત ષડયંત્ર અને બેંક ખાતાની બનાવટનો સમાવેશ થાય છે.
દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ 17 નવેમ્બર 2021થી લાગુ આબકારી નીતિના કાર્યાન્વયનમાં કથિત પ્રક્રિયાત્મક ચૂક અને નિયમોના ઉલ્લંઘનની તપાસની ગત મહિને ભલામણ કરી હતી. જે પછી સીબીઆઈએ સિસોદિયાના આવાસ સહિત અન્ય સ્થળો પર રેડ કરી હતી. સક્સેના દ્વારા તપાસની ભલામણ કર્યા પછી દિલ્હી સરકારે જુલાઇમાં આ નીતિ પરત લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર