Home /News /national-international /મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, લાંબી પૂછપરછ બાદ EDએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી

મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, લાંબી પૂછપરછ બાદ EDએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી

મનિષ સિસોદિયા - ફાઇલ તસવીર

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને (Manish Sisodia)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હીની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓની મની લોન્ડરિંગની તપાસના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) ગુરુવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodia) ધરપકડ કરી હતી. દિલ્હીની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓના મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસના સંબંધમાં રાજધાનીની તિહાર જેલમાં બીજા રાઉન્ડમાં પૂછપરછ કરવામાં આવી હતી. EDના સૂત્રોએ જણાવ્યું છે કે, તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ મંગળવારે પણ મનીષ સિસોદિયાની લગભગ 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ઈડીની ટીમ દ્વારા તિહાર જેલમાં ઔપચારિક ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈ અદાલતમાં સિસોદિયાની જામીન અરજીની સુનાવણીના બરાબર એક દિવસ પહેલાં EDએ ધરપકડ કરી છે. EDના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મની લોન્ડ્રિંગ કેસમાં મનિષ સિસોદિયાના વિરોધમાં પુરાવા મળ્યા હોવાથી તેમની ધરપકડ કરી છે. સૂત્રોએ News18ને જણાવ્યુ છે કે, પ્રક્રિયાઓ પ્રમાણે જેલ અધિક્ષકને સૂચના આપવામાં આવી અને કલમ 19 PMLA અંતર્ગત ધરપકડના આદેશ આપ્યા હતા. ત્યારબાદ મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. 26 ફેબ્રુઆરીએ સીબીઆઈએ દિલ્હીની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓના આરોપો મામલે મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેઓ કસ્ટડીમાં છે.


EDએ પૂછપરછ પહેલાં કોર્ટ પાસેથી મંજૂરી માંગી હતી


ઇડીએ તિડાડ જેલના સેલ નંબર 1માં આપના નેતા મનિષ સિસોદિયાની પૂછપરછ કરવા માટે સ્થાનિક અદાલતની મંજૂરી માંગી હતી. એજન્સીએ સેલફોનના માધ્યમથી કથિત પરિવર્તન અને તેને તોડવા માટે પૂછપરછ કરી હતી. દિલ્હીના આબકારી મંત્રીના રૂપે તેમના દ્વારા લેવાયેલા નીતિગત નિર્ણય અને અન્ય આરોપ મામલે સવાલ કર્યા હતા.
First published:

Tags: Enforcement directorate, New Delhi