કેજરીવાલની ગીફ્ટ - ગરીબ બાળકોને 100% સ્કોલરશિપ

News18 Gujarati
Updated: June 22, 2019, 11:19 PM IST
કેજરીવાલની ગીફ્ટ - ગરીબ બાળકોને 100% સ્કોલરશિપ
કેજરીવાલની ગીફ્ટ - ગરીબ બાળકોને 100% સ્કોલરશિપ

રાજ્યના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે જાહેરાત કરી કે ગરીબ સ્ટૂડન્ટ્સને 100% સ્કોલરશિપ મળશે.

  • Share this:
દિલ્હી સરકારે વિદ્યાર્થીઓને મોટી ગિફ્ટ આપી છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે જાહેરાત કરી કે ગરીબ સ્ટૂડન્ટ્સને 100% સ્કોલરશિપ મળશે. બાળકો જેટલા પૈસા જમા કરશે તેમને સ્કોલરશિપમાં એટલા જ પૈસા પાછા મળી જશે. આ સિવાય સરકારી સીબીએસસી સ્કૂલોની ફી પણ માફ કરી દીધી છે.

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, દિલ્હીમાં 2.5 લાખથી 6 લાખની આવકવાળા પરિવારના વિદ્યાર્થીઓવે ફીના 25 ટકા સ્કોલરશિપ મળશે. જ્યારે એક લાકથી 2.5 લાખ વાર્ષીક આવકવાળા પરિવારને 50 ટકા સ્કોલરશિપ મળશે. જ્યારે એક લાખથી ઓછી વાર્ષિક ધરાવતા પરિવારને 100 ટકા સ્કોલરશિપ મળશે. દિલ્હી સરકારના આ નિર્ણયથી ગરીબ પરિવારને ખુબ રાહત મળશે.

ગરીબ સ્ટુડન્ટ્સને મોટુ ઈનામ

આ સિવાય દિલ્હી સરકારે સીબીએસસીની પરિક્ષા ફીને પણ માફ કરવાની જાહેરાત કરી છે. સીબીએસસીની પરિક્ષા માટે પહેલા 1500 રૂપિયા આપવા પડતા હતા. અગામી વર્ષથી આ ફી સરકાર ભરશે. સિસોદિયાએ ટ્વીટ કર્યું, મુખ્યમંત્રી સાથે સંવાદમાં એક 12 પાસ વિદ્યાર્થીનીએ કહ્યું કે, સીબીએસસી પરિક્ષા માટે 1500 રૂપિયા ફી આપવી પડે છે, જે ગરીબ પરિવાર માટે મોટી રકમ છે. ત્યારબાદ સરકારે નિર્ણય લીધો કે અગામી વર્ષથી સરકારી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરશે.

દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં 12મામાં ટોપ કરનારા વિદ્યાર્થીઓના સન્માનમાં એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય અતિથી હતી અને અહીં સિસોદિયાએ જાહેરાત કરી.
First published: June 22, 2019, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading