યૂપીના મંત્રીઓ સાથે શિક્ષાના મુદ્દે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છું : શિક્ષા મંત્રી મનિષ સિસોદીયા

યૂપીના મંત્રીઓ સાથે શિક્ષાના મુદ્દે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છું : શિક્ષા મંત્રી મનિષ સિસોદીયા

દિલ્હીના ડિપ્ટી સીએમ અને શિક્ષા મંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું- આમ આદમી પાર્ટીની સરકાર જ ઉત્તર પ્રદેશમાં શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો લાવી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના ડિપ્ટી સીએમ અને શિક્ષા મંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આમ આદમી પાર્ટીની સરકાર જ ઉત્તર પ્રદેશમાં શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો લાવી શકે છે. સાથે ડિપ્ટી સીએમે ઉત્તર પ્રદેશમાં મંત્રીઓ તરફથી શિક્ષાના મુદ્દા પર ખુલ્લી ચર્ચાનો પડકાર સ્વીકાર કરતા જાહેરાત કરી કે 22 ડિસેમ્બરે મંગળવારે યૂપીના લખનઉમાં આવી રહ્યો છું. મંગળવારે યૂપીના સીએમ કે કોઈપણ મંત્રી સાથે શિક્ષાના મુદ્દા પર ડિબેટ માટે તૈયાર છું.

  દિલ્હીના ડિપ્ટી સીએમ મનિષ સિસોદીયાએ બુધવારે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે યૂપીમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે યૂપીમાં સ્વાસ્થ્ય, વિજળી અને પાણીની સ્થિતિ ઘણી વધારે ખરાબ છે. રાજનેતા અને અપરાધી મળીને કામ કરી રહ્યા છે તો યૂપીના મંત્રી પ્રતિક્રિયા આપવા માટે આગળ આવ્યા અને સ્કૂલ, હોસ્પિટલની વાત રાખી.

  આ પણ વાંચો - રાહુલ ગાંધીએ અધવચ્ચે છોડી સંસદીય સમિતિની મિટિંગ, કહ્યું- આ સમયની બર્બાદી

  મનિષ સિસોદીયાએ કહ્યું કે મને એ વાતનો આનંદ છે કે 70 વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વખત થયું કે યૂપીના કોઈ મંત્રી કે નેતાએ શિક્ષા અને સ્વાસ્થ્યની વાત કરી છે. યૂપીના શિક્ષા મંત્રીએ યૂપી સરકાર તરફથી સ્કૂલમાં કરેલા કામોના ગુણગાન કર્યા, જો સરકારના ગુણગાન કરવાથી સ્કૂલોની હાલત સુધરતી હોત તો બધી સરકારી સ્કૂલોની હાલત સુધીર ગઈ હોત. શિક્ષાનું બજેટ વધારવાથી, ટીચરોને સન્માન અને સુવિધા આપવાથી સ્કૂલોની સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

  નીતિ આયોગના રિપોર્ટ વિશે જણાવતા ડિપ્ટી સીએમે કહ્યું કે નીતિ આયોગે પણ માન્યું કે યૂપીની ઘણી સરકારી સ્કૂલો તો તબેલો બની ગઈ છે. જેમાં પ્રાણીઓ બાંધેલા રહે છે. યૂપીના 50 હજાર સ્કૂલોમાં ફર્નીચર નથી. 35 હજાર સ્કૂલોમાં બ્રાઉન્ડી વોલ નથી. 60 હજાર સ્કૂલોમાં વિજળી નથી. હજારો સ્કૂલોમાં મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી.
  Published by:Ashish Goyal
  First published: