Home /News /national-international /

Manipur Exit Poll Result: મણિપુરમાં સીએમ બિરેન સિંહની વાપસી નક્કી? જાણો ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળશે

Manipur Exit Poll Result: મણિપુરમાં સીએમ બિરેન સિંહની વાપસી નક્કી? જાણો ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળશે

આ એક્ઝિટ પોલના પરિણામો ભાજપની તરફેણમાં હોવાનો દાવો કરી રહ્યા છે.

Manipur Election Exit Poll: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવા ઉપરાંત મણિપુર (Manipur Election)માં પણ ભાજપ સત્તામાં વાપસી કરવા જઈ રહ્યું છે. જુદા જુદા એક્ઝિટ પોલના પરિણામો (Exit Poll Result)માં ભાજપ (BJP)ને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે.

વધુ જુઓ ...
    ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવા ઉપરાંત મણિપુર (Manipur Election)માં પણ ભાજપ સત્તામાં વાપસી કરવા જઈ રહ્યું છે. જુદા જુદા એક્ઝિટ પોલના પરિણામો (Exit Poll Result)માં ભાજપ (BJP)ને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસ (Congress) આ રેસમાં બીજા નંબરે છે. આ એક્ઝિટ પોલના પરિણામો ભાજપની તરફેણમાં હોવાનો દાવો કરી રહ્યા છે.

    ડિઝાઈનબોક્સ્ડ અનુસાર ભાજપને રાજ્યમાં 32-38 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 12-17 બેઠકો આવી શકે છે. બીજી તરફ NPPને 2-4 અને અન્યને 2-5 બેઠકો મળી શકે છે.



    P-MARQ ના એક્ઝિટ પોલ અનુસાર મણિપુર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 27-31 અને કોંગ્રેસને 11-17 બેઠકો મળવાની ધારણા છે. બીજી તરફ એનપીપીને 6-10 અને અન્યને 5થી 13 બેઠકો મળી શકે છે.

    (એક્ઝિટ પોલ વિશે વધારે માહિતી માટે શેરચેટની આ લિંક પર ક્લિક કરો)

    Jan Ki Baatના એક્ઝિટ પોલમાં ભાજપને 23થી 28 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસને 10-14, NPPને 7-8 અને અન્યને 12-18 બેઠકો મળી શકે છે.

    આ પણ વાંચો- Uttarakhand Election Exit Poll Result 2022 Live Updates: ઉત્તરાખંડમાં ભાજપની બમ્પર જીત! કોંગ્રેસને મોટો ફટકો

    CNX એક્ઝિટ પોલમાં ભાજપને 26-31 અને કોંગ્રેસને 12-17 બેઠકો મળવાની ધારણા છે. બીજી તરફ NPPને 6-10 અને અન્યને 7-12 બેઠકો મળી શકે છે.

    આ પણ વાંચો- Punjab Exit Poll Result 2022: ટારગેટ મહાપોલ અનુસાર પંજાબમાં AAPનું વર્ચસ્વ, કોંગ્રેસ 26 સીટોમાં સમેટાઇ

    ત્યાં જ ભાજપે મણિપુર સહિત યુપી, ઉત્તરાખંડ અને ગોવામાં પોતાની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જ્યારે પંજાબમાં પાર્ટીના પ્રદર્શનમાં સુધારો થવાની આશા છે. બીજી તરફ કોંગ્રેસે એક્ઝિટ પોલના પરિણામોને ફગાવી દીધા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે 10 માર્ચ સુધી રાહ જુઓ, ચિત્ર સ્પષ્ટ થશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Election 2022, Exit Poll Results 2022, Exit polls

    આગામી સમાચાર