Home /News /national-international /

Coronavirus Cases: ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? સચોટ અંદાજ લગાવનાર IIT કાનપુરના પ્રોફેસરે કહી આ મોટી વાત

Coronavirus Cases: ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? સચોટ અંદાજ લગાવનાર IIT કાનપુરના પ્રોફેસરે કહી આ મોટી વાત

છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો (Corona Cases Hike) આવ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Corona Fourth Wave India : પ્રોફેસર અગ્રવાલ છેલ્લા બે વર્ષમાં ઘણી વખત કોરોનાની આગાહી કરી ચુક્યા છે અને તે એકદમ સચોટ સાબિત થઈ છે

Covid-19 4th Wave : છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો (Corona Cases Hike) આવ્યો છે. મંગળવાર સુધીમાં છેલ્લા 8 દિવસથી રોજના 3 હજારથી વધુ નવા કોરોના (Coronavirus)કેસ સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પણ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને કોરોનાના વધતા કેસોને રોકવાના પગલાંમાં ઢીલ ન મૂકવાની અપીલ કરી હતી. ત્યારે લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું હવે કોરોણાની ચોથી લહેર (Corona 4th Wave)આવશે કે નહીં. ત્યારે હવે IIT કાનપુર (IIT Kanpur)ના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે એક નવા અભ્યાસ બાદ દાવો કર્યો છે કે સંભવ છે કે ભારતને કોરોનાની ચોથી લહેર (4th Wave of Covid-19) ન જોવી પડે. તેમણે પોતાના અભિપ્રાય પાછળના કારણોમાં ભારતના મોટાભાગના લોકોમાં કોરોના સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ અને વાયરસના સ્વરૂપમાં કોઈ નવા મોટા ફેરફારો ન આવ્યા હોવાનું જણાવ્યું છે.

IIT કાનપુરના કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે કોરોનાની ઝડપ માપવા માટે ગાણિતિક મોડલ બનાવ્યું છે. તેનું નામ SUTRA રાખવામાં આવ્યું છે. તેમની ગણતરીઓના કારણે પ્રોફેસર અગ્રવાલે છેલ્લા બે વર્ષમાં ઘણી વખત કોરોનાની આગાહી કરી ચુક્યા છે અને તે એકદમ સચોટ સાબિત થઈ છે. હવે તેમણે કોરોનાની ચોથી લહેર અંગે પોતાનું આકલન રજૂ કર્યું છે.

પ્રોફેસર અગ્રવાલે તેમના સંશોધનને ટાંકીને દાવો કર્યો છે કે, ભારતના 90 ટકાથી વધુ લોકોએ કોરોના સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે. બીજા શબ્દોમાં કહીએ તો, કોરોનાથી સંક્રમિત થવાને કારણે લોકોમાં તેની સામે લડવાની ક્ષમતા વિકસિત થઈ ગઈ છે. ભારતમાં રસીકરણનું સ્તર પણ ઘણું સારું છે. મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે ICMR સર્વે અનુસાર સરકારી રેકોર્ડમાં નોંધાયેલા કેસોની સંખ્યા કરતા અનેક ગણા વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. આ સંખ્યા 30 ગણી વધારે હોવાનું કહેવાય છે. વિશ્વના 36 મોટા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસોએ દર્શાવ્યું છે કે જે લોકોએ કુદરતી રીતે વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે, તેમના પર તેની ઘાતક અસર થઈ રહી નથી.

આ પણ વાંચો - બીજેપીના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમનું વિવાદિત નિવેદન, કહ્યું - 92ની જેમ હવે 22માં જ્ઞાનવાપી મસ્જિદ ધ્વસ્ત કરીશું

કોરોનાની ચોથી લહેર આવવાની ઓછી સંભાવના પાછળ પ્રોફેસર અગ્રવાલ એક કારણ એ પણ આપે છે કે અત્યાર સુધી આ વાયરસમાં કોઈ નવા મોટા ફેરફારો નથી થયા. જે પ્રકારો ઉભરી રહ્યા છે તે ઓમિક્રોન વાયરસના ભાઈ-બહેન જેવા છે, જેમ કે BA.2, BA.2.9, BA.2.10 અને BA.2.12. દિલ્હી એનસીઆરમાં પણ કોઈ નવું પરિવર્તન જોવા મળ્યું નથી, જ્યારે દેશમાં સૌથી વધુ કેસ અહીં જોવા મળી રહ્યા છે. પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર, આનો અર્થ એ છે કે ભારતમાં 90 ટકાથી વધુ લોકો પહેલાથી જ ઓમિક્રોન (Omicron)થી સંક્રમિત થઈ ચૂક્યા છે અને સાજા થઈ ગયા છે. તેમના શરીરમાં તેના પ્રત્યે પ્રતિરક્ષા છે. આવી સ્થિતિમાં ઓમિક્રોનના કારણે કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નથી. તેમનું કહેવું છે કે ચોથી લહેરની શક્યતા ત્યારે જ ઊભી થશે, જ્યારે કોરોના વાયરસ નવા સ્વરૂપમાં સામે આવશે.

તાજેતરમાં કોરોનાના કેસમાં વધારો થવાનું કારણ જણાવતા પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ બધું નવા વેરિઅન્ટ્સને કારણે નહીં, પરંતુ નિયંત્રણો હટાવવાને કારણે થઈ રહ્યું છે. પ્રતિબંધો ખતમ થતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે, ભીડ વધી રહી છે, લોકો એકબીજા સાથે ભળી રહ્યા છે. આવી સ્થિતિમાં કેસ વધે તે સ્વાભાવિક છે. પરંતુ આ કેસ એટલા નથી વધી રહ્યા કે ચિંતાનું કારણ બને.

ચીનમાં વધી રહેલા કેસ અંગે તેઓ કહે છે કે, ચીન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ જેવા દેશો કોરોનાને લઈને ઝીરો ટોલરન્સની નીતિનું પાલન કરે છે. આવી સ્થિતિમાં થોડા કેસ મળ્યા પછી અહીં કડક નિયંત્રણો લાદવામાં આવે છે. આ કારણે લોકોમાં ઓમિક્રોન પ્રત્યે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બની શકી નથી, જે હવે કેસના રૂપમાં બહાર આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: COVID-19, Covid-19 news

આગામી સમાચાર