Home /News /national-international /chief minister manik saha: ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા માણિક સાહા, રાજ્યપાલે અપાવ્યા શપથ

chief minister manik saha: ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા માણિક સાહા, રાજ્યપાલે અપાવ્યા શપથ

માણિક સાહા ત્રિપુરાના નવા મુખ્યમંત્રી

manik saha new chief minister of tripura - બિપ્લબ કુમાર દેબે શનિવારે અચાનક મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું

  અગરતલા : ત્રિપુરામાં ( tripura)ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યભા સદસ્ય માણિક સાહાએ (manik saha new chief minister of tripura)રવિવારે ત્રિપુરાના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ એસએન આર્યએ રાજભવનમાં માણિક સાહાને (manik saha)નવા મુખ્યમંત્રી (chief minister)તરીકે શપથ અપાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ (Biplab Kumar Deb)સમારોહમાં ભાજપાના ધારાસભ્યો અને રાજ્યના અન્ય મંત્રીઓ સાથે ઉપસ્થિત હતા. બિપ્લબ કુમાર દેબે શનિવારે અચાનક રાજીનામું આપ્યું હતું. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક પણ સામેલ થયા હતા.

  ઉપ મુખ્યમંક્ષી જિષ્ણુ દેવ વર્મા અને મંત્રી રામ પ્રસાદ પોલે ભાજપા વિધાયક દળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી તરીકે સાહાની નિયુક્તિનો વિરોધ કર્યો હતો. બન્ને શપથ ગ્રહણ સમારોહ સમાપ્ત થવાના થોડાક સમય પછી રાજભવન પહોંચ્યા હતા. વિપક્ષી દળ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) ના ધારાસભ્યોએ રાજ્યમાં ભાજપાના શાસનમાં ફાસીવાદી શૈલીમાં હિંસા થવાનો આરોપ લગાવતા સમારોહનો બહિષ્કાર કર્યો હતો.

  સાહા 2016માં કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા. તેમને 2020માં પાર્ટી પ્રમુખ બનાવ્યા હતા અને આ વર્ષે માર્ચમાં રાજ્યસભા માટે પસંદ થયા હતા. રાજ્યમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે.

  આ પણ વાંચો - CMની ખુરશી ગુમાવનાર બિપ્લવ દેવ એકલા નહીં, BJPએ આ રાજ્યોમાં પણ ચૂંટણી પહેલા CM બદલ્યા હતા

  રાજ્યસભા સાંસદ માણિક સાહાની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી પછી કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે પહોંચેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ભુપેન્દ્ર યાદવે કહ્યું કે માણિક સાહાને ત્રિપુરા ભાજપા ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થવા પર ઘણા અભિનંદન. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને તમારા નેતૃત્વમાં ત્રિપુરા વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચશે.

  ત્રિપુરાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી બિપ્લવ કુમાર દેબે કહ્યું હતું કે પાર્ટી ઇચ્છે છે કે હું સંગઠનને મજબૂત કરવા માટે કાર્ય કરું. જે જવાબદારી પાર્ટી આપશે તેને નિભાવીશ. સંગઠન છે તો સરકાર છે. સંગઠનની નવી ભૂમિકાને નિભાવવાનું કામ કરીશ. પર્યવેક્ષક તરીકે અગરતલા પહોંચેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે સીએમ દેબના નેતૃત્વમાં 4 વર્ષોમાં ત્રિપુરામાં ઘણા સારા કામ થયા છે. રાજ્યના વિકાસમાં વિપ્લબ જી નું પ્રભાવી યોગદાન રહ્યું છે. પાર્ટીમાં ભૂમિકા વધારવા માટે આગળ તેમના માર્ગને પ્રશસ્ત કરશે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે.

  2018માં બિપ્લવ દેબે સંભાળી હતી સીએમની ખુરશી

  બિપ્લવ કુમાર દેબ 2018માં સીએમ બન્યા પહેલા લાંબા સમય સુધી આરએસએસ સાથે જોડાયેલા હતા. ત્રિપુરાના ગોમોતી જિલ્લાના અકરાબન, ઉદયપુરમાં જન્મેલા બિપ્લવ 15 વર્ષો સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં રહ્યા હતા. 2016માં પાર્ટીની રાજ્ય એકમનો કાર્યભાર સંભાળ્યા પહેલા દિલ્હીમાં જિમ પ્રશિક્ષકના રુપમાં કામ કરતા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Chief Ministers, Tripura

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन