Home /News /national-international /

Tripura chief minister: માણિક સાહા બનશે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં લાગી મોહર

Tripura chief minister: માણિક સાહા બનશે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં લાગી મોહર

રાજ્યસભા સાંસદ ડો. માણિક સાહાની (manik saha)ધારાસભ્ય દળની બેઠક પછી આ પદ પર નિયુક્તિ કરવામાં આવી

tripura CM Manik Saha : બિપ્લબ દેબે (Biplab Kumar Deb)શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું

    અગરતલા : ત્રિપુરા ( tripura)ભાજપાના અધ્યક્ષ માણિક સાહા રાજ્યના આગામી મુખ્યમંત્રી (manik saha new chief minister of tripura)બનશે. બિપ્લબ દેબે (Biplab Kumar Deb)શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી રાજ્યસભા સાંસદ ડો. માણિક સાહાની (manik saha)ધારાસભ્ય દળની બેઠક પછી આ પદ પર નિયુક્તિ કરવામાં આવી હતી.

    રાજ્યસભા સાંસદ માણિક સાહાની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી પછી કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે પહોંચેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ભુપેન્દ્ર યાદવે કહ્યું કે માણિક સાહાને ત્રિપુરા ભાજપા ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થવા પર ઘણા અભિનંદન. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને તમારા નેતૃત્વમાં ત્રિપુરા વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચશે.

    આ પણ વાંચો - સુનીલ જાખડે પહેલા જ લખી દીધી હતી કોંગ્રેસ છોડવાની પટકથા, આ છે મુખ્ય કારણ

    બિપ્લવ કુમાર દેબે શું કહ્યું

    ત્રિપુરાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી બિપ્લવ કુમાર દેબે કહ્યું કે પાર્ટી ઇચ્છે છે કે હું સંગઠનને મજબૂત કરવા માટે કાર્ય કરું. જે જવાબદારી પાર્ટી આપશે તેને નિભાવીશ. સંગઠન છે તો સરકાર છે. સંગઠનની નવી ભૂમિકાને નિભાવવાનું કામ કરીશ. પર્યવેક્ષક તરીકે અગરતલા પહોંચેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે સીએમ દેબના નેતૃત્વમાં 4 વર્ષોમાં ત્રિપુરામાં ઘણા સારા કામ થયા છે. રાજ્યના વિકાસમાં વિપ્લબ જી નું પ્રભાવી યોગદાન રહ્યું છે. પાર્ટીમાં ભૂમિકા વધારવા માટે આગળ તેમના માર્ગને પ્રશસ્ત કરશે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ચર્ચા માટે દેબ ગુરુવારે નવી દિલ્હી ગયા હતા. જ્યાં અટકળો લગાવવામાં આવતી હતી કે ત્રિપુરા ભાજપમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે.

    આ પણ વાંચો - જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેના પહેલા દિવસે શું મળ્યું? સૂત્રોએ જણાવી વિગતો

    2018માં બિપ્લવ દેબે સંભાળી હતી સીએમની ખુરશી

    બિપ્લવ કુમાર દેબ 2018માં સીએમ બન્યા પહેલા લાંબા સમય સુધી આરએસએસ સાથે જોડાયેલા હતા. ત્રિપુરાના ગોમોતી જિલ્લાના અકરાબન, ઉદયપુરમાં જન્મેલા બિપ્લવ 15 વર્ષો સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં રહ્યા હતા. 2016માં પાર્ટીની રાજ્ય એકમનો કાર્યભાર સંભાળ્યા પહેલા દિલ્હીમાં જિમ પ્રશિક્ષકના રુપમાં કામ કરતા હતા.

    મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે શનિવારે રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું (biplab kumar deb resign) સોંપ્યું હતું. બિપ્લવે દેબે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આ જાહેરાત કરી હતી. ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ, ભાજપા મહાસચિવ વિનોદ તાવડે અને ત્રિપુરાના પ્રભારી વિનોદ સોનકર અગરતલા પહોંચ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: BJP News, Tripura, બીજેપી

    આગામી સમાચાર