એન્ટીલિયાનું લોકેશન પૂછી રહ્યા હતા બે સંદિગ્ધ, મુકેશ અંબાણીના ઘરની સુરક્ષા વધારવામાં આવી

મુંબઈ પોલીસે એન્ટીલિયા પાસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી (Reuters)

Antilia Security : મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને (Mumbai Police Control room)એક ટેક્સી ડ્રાઇવરે ફોન કરીને જણાવ્યું હતું કે બે લોકો તેને એન્ટીલિયાનું લોકેશન પૂછી રહ્યા હતા. આ પછી મુંબઈ પોલીસે એન્ટીલિયા પાસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને નાકાબંધી કરી દીધી છે

  • Share this:
    મુંબઈ : રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani)ઘર એન્ટીલિયાની (Antilia) સુરક્ષા વધારવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને (Mumbai Police Control room)એક ટેક્સી ડ્રાઇવરે (Taxi Driver)ફોન કરીને જણાવ્યું હતું કે બે લોકો તેને એન્ટીલિયાનું લોકેશન પૂછી રહ્યા હતા. આ પછી મુંબઈ પોલીસે એન્ટીલિયા પાસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને નાકાબંધી કરી દીધી છે.

    ટેક્સી ડ્રાઇવરના મતે એક દાઢીવાળા વ્યક્તિએ કિલા કોર્ટની સામે તેને એન્ટીલિયાનું સરનામું પુછ્યું હતું. જે સંદિગ્ધોએ સરનામું પુછ્યું તે સિલ્વર કલરની વેગન R કારમાં હતા, તેમની દાઢી મોટી હતી. ટેક્સી ડ્રાઇવરે એ પણ જાણકારી આપી કે બંને લોકો એકબીજા સાથે ઉર્દુમાં વાતચીત કરી રહ્યા હતા. તેમની પાસે એક બેગ હતી.

    આ પણ વાંચો - મુકેશ અંબાણીના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવાના સમાચાર માત્ર અફવા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

    પોલીસે મંગાવ્યા વિસ્તારના CCTV ફૂટેજ, કારના નંબરથી જાણકારી મેળવવાનો પ્રયત્ન

    ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે અને ચારેય તરફ નાકાબંધી કરી દીધી છે. આ ટેક્સી ડ્રાઇવર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે બંને સંદિગ્ધોનો સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

    પોલીસે કારના નંબરની જાણકારી મેળવવા માટે આરટીઓનો સંપર્ક કર્યો પણ આ નંબરની જાણકારી તેમની પાસેથી મળી રહી નથી. ટેક્સ ડ્રાઇવરની પૂછપરછ ડીસીપી રેન્કના અધિકારી કરી રહ્યા છે. સાથે પોલીસે સિક્યોરિટી એલર્ટ પણ જાહેર કરી દીધું છે.
    Published by:Ashish Goyal
    First published: