Home /News /national-international /

કરોડો રૂપિયાના ઘરેણાં પહેરી કિન્નરોએ કાઢી શોભાયાત્રા, જુઓ VIDEO

કરોડો રૂપિયાના ઘરેણાં પહેરી કિન્નરોએ કાઢી શોભાયાત્રા, જુઓ VIDEO

વિદિશામાં નીકળેલી આ શોભાયાત્રાની સુરક્ષામાં બે ડઝન પોલીસકર્મીની સાથે ઘણા બાઉન્સર પણ ઉપસ્થિત હતા

madhya pradesh news - કિન્નર ગુરુ સુરૈયા રાજસી ઠાઠ સાથે બગી પર સવાર થયા, તેમણે આખા શરીર પર સોનાના દાગીના પહેર્યા હતા. આ સોનાની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા હશે

    ભોપાલ/ વિદિશા : કિન્નરોના ગુરુ સુરૈયાએ શુક્રવારે શોભાયાત્રામાં (shobha yatra)10 કિલો સોનું (Gold)એટલે કે લગભગ 5 કરોડના ઘરેણા (jewellery)પહેર્યા હતા. તેમની સાથે-સાથે અન્ય કિન્નરોએ પણ ઘણા કિંમતી ઝવેરાત પહેર્યા હતા. આ કિન્નરો રથ સાથે જ્યાં-જ્યાંથી પસાર થયા લોકો તેમને જોતા જ રહ્યા હતા. કિન્નરો રસ્તામાં ભજનો અને ડીજે પર ડાન્સ કરતા નીકળ્યા હતા. મધ્ય પ્રદેશના (madhya pradesh)વિદિશામાં નીકળેલી આ શોભાયાત્રાની સુરક્ષામાં બે ડઝન પોલીસકર્મીની સાથે ઘણા બાઉન્સર પણ ઉપસ્થિત હતા.

    ઉલ્લેખનીય છે કે વિદિશામાં 15 થી 24 ડિસેમ્બર સુધી મંગલામુખી કિન્નર સમાજનું રાષ્ટ્રીય સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શહેરના વિનાયક વૈકુંટ હોલમાં યોજાયો હતો. આ પછી શુક્રવારે શોભાયાત્રા (manglamukhi samaj shobha yatra) કાઢી હતી. સમ્મેલનમાં દેશના અલગ-અલગ વિસ્તારથી કિન્નર સામેલ થયા હતા.

    આ પણ વાંચો - પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કઇ વાત પર કરી ભારતની પ્રશંસા, કહ્યું- આપણે તો પાછળ રહી ગયા

    આ દરમિયાન ભોપાલના મંગલવારાના કિન્નર ગુરુ સુરૈયા રાજસી ઠાઠ સાથે બગી પર સવાર થયા હતા. તેમણે આખા શરીર પર સોનાના દાગીના પહેર્યા હતા. આ સોનાની કિંમત લગભગ 5 કરોડ રૂપિયાની હશે. જેનું વજન 10 કિલો હતું. સુરૈયાએ મુકુટ, સોનાના કડા, ગળામાં હાર અને પગમાં ઝવેરાત પહેર્યા હતા. તેમની સુરક્ષામાં પોલીસ અને બાઉન્સર લાગેલા હતા.


    કળશ યાત્રા પણ કાઢી

    બીજી તરફ સાગરના રુબી માસી કારમાં સવાર હતા. તેમણે જે સોનાના ઘરેણાં પહેર્યા હતા તે લગભગ 100 વર્ષ જૂના હતા. સાગરના ગોલૂ નાયકે 1 કિલોના સોનાના કડા પહેર્યા હતા. કિન્નરોએ કહ્યું કે સંમેલન દરમિયાન આખા વિશ્લના કલ્યાણ અને લોકોની ખુશહાલીની પ્રાર્થના કરવામાં આવી છે.

    તમને જણાવી દઈએ કે શોભાયાત્રા દરમિયાન કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી. બે કિન્નરોએ પારંપરિક વેશભૂષામાં સજીને માળા પહેરી હતી. તેમની પાછળ ઘણા કિન્નરો હતા. તેમણે મેકઅપ પણ કર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Madhya pradesh, Madhya pradesh news

    આગામી સમાચાર