એરપોર્ટ પર બોમ્બ મૂકનાર આદિત્યએ 14 વર્ષમાં 19 નોકરી બદલી, એન્જિનિયરથી સુરક્ષા ગાર્ડ તરીકેની નોકરી કરી

News18 Gujarati
Updated: January 25, 2020, 12:30 PM IST
એરપોર્ટ પર બોમ્બ મૂકનાર આદિત્યએ 14 વર્ષમાં 19 નોકરી બદલી, એન્જિનિયરથી સુરક્ષા ગાર્ડ તરીકેની નોકરી કરી
આદિત્ય રાવ.

આદિત્ય રાવે (Aditya Rao) પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું કે, એરપોર્ટ (Airport) પર નોકરી ન મળવાને કારણે તે ગુસ્સામાં હતો. બદલો લેવાના ઇરાદાથી તેણે આવું કામ કર્યું હતું. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

 • Share this:
કર્ણાટકના મેંગલુરુ એરપોર્ટ (Mangaluru airport) પર બોમ્બ રાખનાર શકમંદે ગત દિવસોમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. તેની ઓળખ આદિત્ય રાવ તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાવે છેલ્લા 14 વર્ષમાં 19 નોકરી બદલી હતી. એટલું જ નહીં આ દરમિયાન તેણે સેલ્સ એક્ઝિક્યુટિવ, કૂક, સૉફ્ટવેર એન્જિનિયર અને સુરક્ષા ગાર્ડ સહિત તમામ ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. રાવે પોલીસ પૂછપરછ દરમિયાન આ વાતો કબૂલી છે.

દર વર્ષે નોકરી બદલતો હતો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સમાચાર પ્રમાણે, રાવે સ્કૂલનો અભ્યાસ મુંબઈમાંથી કર્યો છે. જે બાદમાં વર્ષ 2004માં તેણે મૈસૂરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી હતી. 2006માં તેણે અહીંથી જ એમબીએનો અભ્યાસ કર્યો હતો. આ જ વર્ષે રાવને મલ્ટિનેશનલ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવની નોકરી મળી ગઈ હતી. 13 મહિના પછી રાવે બીજી બૅંકમાં સેલ્સ મેનેજરની નોકરી સ્વીકારી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તેને સારો પગાર મળી રહ્યો હતો, પરંતુ તે આ કામથી કંટાળી ગયો હતો. વર્ષ 2008માં તેણે પ્રેરણા ઇન્ડસ્ટ્રિઝમાં સૉફ્ટવેર એન્જિનિયરની નોકરી કરી હતી. 18 મહિના પછી આ કામમાંથી તેનું મન ઉઠી ગયું હતું. રાવે પોલીસને જણાવ્યું કે, તે એક જ રૂમમાં સતત બેસીને પરેશના થઈ ગયો હતો.

સિક્યોરિટી ગાર્ડની નોકરી પણ કરી

વર્ષ 2011થી 2012 સુધી રાવ પોતાના પરિવાર સાથે હતો. આ દરમિયાન તેણે અલગ અલગ ત્રણ હૉટલમાં કેશિયર તરીકેનું કામ કર્યું હતું. જે બાદમાં તે એક કૉલેજમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરવા લાગ્યો હતો. વર્ષ 2013થી 2016 સુધી તેણે ત્રણ અલગ અલગ કૉલેજમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી હતી. જે બાદમાં 2016 થી 2017 સુધી રાવે કૂકની નોકરી કરી હતી.

એક વર્ષ જેલમાં રહ્યોવર્ષ 2018માં આદિત્ય રાવે અનેક રેસ્ટોરન્ટ અને બારમાં કામ કર્યું હતું. જે બાદમાં તેણે KIAમાં ગાર્ડની નોકરી માટે અરજી કરી હતી. જોકે, અહીં તેની અરજી રદ થઈ ગઈ હતી. જે બાદમાં રાવે એરપોર્ટ પર ચાર બોમ્બ રાખવાની અફવા ફેલાવી હતી, જે બદલ તે એક વર્ષ જેલમાં રહ્યો હતો.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,201,522

   
 • Total Confirmed

  1,674,854

  +71,202
 • Cured/Discharged

  371,858

   
 • Total DEATHS

  101,474

  +5,782
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres