Home /News /national-international /કઠુઆ રેપ કેસ: સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફટકારી નોટિસ

કઠુઆ રેપ કેસ: સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફટકારી નોટિસ

  જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની આસિફા સાથે પહેલા મંદિરમાં ઘણાં દિવસો રેપ થતો રહ્યો અને પછી તેની હત્યા કરી નાંખી હતી. મન-મગજ હચમચાવી નાંખતી આ ઘટના અંગે આખા દેશમાં ગુસ્સો છે. આસિફાના પરિવારમાં દુખનો માહોલ છે.  કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ મુદ્દે આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી છે.

  વકીલોને આપી નોટિસ

  કઠુઆ ગેંગરેપ મામલામાં સુપ્રીમ કોર્ટે લેટર પિટિશન પર સંજ્ઞાન લીધું હતું. સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, જમ્મુ કાશ્મીર હાઇ કોર્ટ બાર એસોસિએશન, બાર કાઉન્સિંલ ઓફ જમ્મુ કાશ્મીર અને કઠુઆ જિલ્લા બાર એસોસિએશનને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. સીજેઆઈએ સ્પષ્ટ કહી દીધું કે કાનૂનમાં એ નક્કી છે કે કોઇ પણ વકીલ કે એસોશિએશન કોઇપણ વકીલને કેસમાં પીડિતા કે આરોપી માટે આવવાથી રોકી ન શકે. જો વકીલ પોતાના ક્લાઇન્ટનો કેસ લે છે તો તેની જવાબદારી છે કે તે તેના માટે રજૂ થાય. જો તેને રોકવામા આવે છે તો એ કાયદાકીય પ્રક્રિયામાં ખલેલ અને કાનૂન આપવામાં બાઘારૂપ માનવામાં આવશે. આ મામલાની આગળની સુનાવણી 19 એપ્રિલના રોજ થશે.  હવે જંગલમાં જતાં ડર લાગે છે: આસિફાની બહેન

  આસિફાની બહેનનું કહેવું છે, અમને જંગલમાં જતા ડર ન હતો લાગતો પરંતુ હવે રસ્તા પર જતા ડર લાગે છે. અમને ન્યાયની આશા છે. આરોપીઓને ફાંસીની સજા આપવી જોઇએ. તેમણે કહ્યું કે અમે બહું પરેશાન છે. અમને રોટલી ખાવા નથી મળતી. બહું જ ડર લાગે છે. અમને હવે માત્ર ન્યાયની આશા છે.

  મારી દીકરીનો શું ગુનો હતો તો મારી નાખી: માતા

  આસિફાની માતા રડતાં રડતાં કહે છે કે, મારી દીકરી સુંદર હતી. અમને તેની ઘણી યાદ આવે છે. મારી દીકરીએ કોઇનું શું બગાડ્યું હતું શું ભૂલ હતી તેની કે તેને મારી નાંખી? પહેલા લાગ્યું કે આસિફાની આવી હાલત કોઇ જાનવરે કરી છે. દોષીઓને જાહેરમાં સજા થવી જોઇએ. આસિફાના પિતાનું કહેવું છે કે અમને કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ છે. પરંતુ મને ડર છે કે મારા પરિવારની પણ હત્યા થઇ શકે છે. હવે અમને બીજી છોકરીને જંગલમાં મોકલતા ડર લાગે છે.  મેનકા ગાંધીએ માંગી ફાંસીની સજા

  મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીનું કહેવું છે કે સરકાર પોક્સો એક્ટમાં સંશોધન માટે કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ લાવશે. આ સંશોધન પ્રામણે 12 વર્ષની બાળકી સાથે રેપના મામલામાં મોતની સજાનુ પ્રાવધાન રાખવામાં આવશે. અત્યાર સુધી પોક્સો એક્ટના સેક્શન 3, 4 અને 6 પ્રમાણે રેપ પર 10થી લઇને ઉમરકેદનું પ્રાવધાન છે.

  કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આરોપીઓ માટે ફાંસીની સજાની માગ કરતા કહ્યું હતું કે , હું આ સાંભળીને અંદરથી તૂટી ગઇ છું.

  શું હતો આખો મામલો?

  10 જાન્યુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના લસાણા ગામમાંથી બાળકી ગૂમ થઇ હતી. ગૂમ થયા પછી 7 દિવસે તેનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. સરકારે આ મામલો 23 જાન્યુઆરીના રોજ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. જે પછી આ કેસમાં એસપીઓની ધરપકડ થઇ.

  અત્યાર લુધી આ કેસમાં લગભગ 8 લોકોની ધરપકડ થઇ છે. આમાં 2 સ્પેશિયલ પોલીસ ઓફિસર, એક હોડ કોન્સટેબલ, એક સબ ઇન્સપેક્ટર, એક કઠુઆ નિવાસી અને એક સગીર સામેલ છે. ચાર્જસીટ પ્રમાણે બાળકીને જાન્યુઆરીમાં એક સપ્તાહ સુધી કઠુઆ જિલ્લા સ્થિત એક ગામના મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. તેની સાથે 6 લોકોએ બળાત્કાર કર્યો હતો.

  ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે બાળકીને નશીલી દવાઓ આપીને સતત તેની પર રેપ કરવામાં આવ્યો છે. એક આરોપીએ પોતાના પિતરાઇ ભાઇને મેરઠથી ફોન કરીને બોલાવ્યો એટલે એ પણ રેપ કરી શકે. એટલું જ નહીં હત્યા કરતાં પહેલા પણ એકવાર તેની પર રેપ કરવામાં આવ્યો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kathua, Kathua Rape Case, Maneka Gandhi

  विज्ञापन
  विज्ञापन