BJPની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં મેનકા અને વરૂણ ગાંધીને ના મળ્યું સ્થાન, જાણો કેમ?

BJPની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં મેનકા અને વરુણ ગાંધીને ના મળ્યું સ્થાન

BJP national executive- ભારતીય જનતા પાર્ટીના (BJP)અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda)ગુરુવારે રાષ્ટ્રીય કાર્યસમિતિની (National Working Commitee) જાહેરાત કરી

  • Share this:
    લખનઉ : ભારતીય જનતા પાર્ટીના (BJP)અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda)ગુરુવારે રાષ્ટ્રીય કાર્યસમિતિની (National Working Commitee) જાહેરાત કરી છે. આ રાષ્ટ્રીય કાર્યસમિતિમાં ઘણા નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ યૂપી ચૂંટણી પહેલા બે મોટો ચહેરા મેનકા ગાંધી (Maneka Gandhi)અને તેમના પુત્ર વરુણ ગાંધીને (Varun Gandhi)સ્થાન આપવામાં આવ્યું નથી. બતાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોતને લઇને સાંસદ વરુણ ગાંધી ટ્વિટ કરીને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આટલું જ નહીં તેમણે થોડાક દિવસો પહેલા પોતાના ટ્વિટના બાયોમાંથી બીજેપી હટાવી લીધું હતું. આ સાથે કાર્યસમિતિ માટે વિશેષ આમંત્રિત અને સ્થાયી આમંત્રિત સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી છે. બીજેપી રાષ્ટ્રીય કાર્યસમિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi), લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 80 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

    બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના 1 વર્ષ અને 9 મહિના પછી જેપી નડ્ડાએ પોતાની રાષ્ટ્રીય કાર્યસમિતિની જાહેરાત કરી છે. આ ટીમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી, મેટ્રો મેન શ્રીધરન અને અન્નાપૂર્ણા દેવીને સ્થાન આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો - શ્રીનગરઃ 2 શિક્ષકોની હત્યાથી રાજકારણ ગરમાયું, પાકિસ્તાન પર Air Strikeની ઉઠી માંગ

    તમને જણાવી દઈએ કે વરુણ ગાંધી છેલ્લા કેટલાક સમયથી સતત કિસાન આંદોલનને લઇને બીજેપી સરકાર પર ટ્વિટથી નિશાન સાધી રહ્યા છે. લખીમપુર ખીરીની હિંસક ઘટના ઉપર પણ વરુણ ગાંધી ખુલીને ખેડૂતોનો પક્ષ લીધો છે અને બીજેપી પર સવાલો કર્યા છે. સૂત્રોના મતે બીજેપી નેતૃત્વ વરુણના આ વલણને ઘણો ગંભીરતાથી લીધો અને રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકમાં તેમને અને તેમની માતા મેનકા ગાંધીને સ્થાન ના આપીને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે.

    આ કાર્યસમિતિમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી સાથે બધા પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ સંગઠન મંત્રી, સહ સંગઠન મંત્રી, બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. કુલ 344 સભ્યોની કાર્યસમિતિ બનાવવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published: