#MeToo મામલાની સુનાવણી માટે બનાવવામાં આવશે ચાર રિટાયર્ડ જજની પેનલ: મેનકા ગાંધી

News18 Gujarati
Updated: October 12, 2018, 4:19 PM IST
#MeToo મામલાની સુનાવણી માટે બનાવવામાં આવશે ચાર રિટાયર્ડ જજની પેનલ: મેનકા ગાંધી
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે, યૌન શોષણની ફરિયાદોને લઈ જે મહિલાઓ સામે આવી છે, મને તેમના પર પૂરો વિશ્વાસ છે

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે, યૌન શોષણની ફરિયાદોને લઈ જે મહિલાઓ સામે આવી છે, મને તેમના પર પૂરો વિશ્વાસ છે

  • Share this:
મહિલાઓ પર યૌન શોષણના વિરોધમાં શરૂ થયેલા #MeToo અભિયાન હેઠળ સામે આવી રહેલા મામલાઓની સુનાવણી માટે એક કમિટી નક્કી કરવામાં આવશે. આની જાણકારી ખુદ શુકરવારે મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આપી છે.

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, #MeToo મામલે પીડિત મહિલાને ન્યાય મળે તે માટે સુનાવણી કરવા સેવાનિવૃત ન્યાયાધિશોની ચાર સભ્યોની એક સમિટી બનાવવામા આવશે.

સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષા અનુસાર, વરિષ્ઠ ન્યાયાધિશ, કાયદાના વિશેષજ્ઞોવાળી પ્રસ્તાવિત કરવામાં આવેલી ચાર લોકોની સમિટી #MeTooથી ઉત્પન્ન તમામ મુદ્દાઓને જોશે.

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે, યૌન શોષણની ફરિયાદોને લઈ જે મહિલાઓ સામે આવી છે, મને તેમના પર પૂરો વિશ્વાસ છે. હું દરેક ફરિયાદ અને પીડા તથા આઘાતને સમજી શકુ છું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર લાગેલા આરોપો પર મેનકા ગાંધીએ મંગળવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, યૌન શોષણના આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ, કારણ કે, મહિલાઓ હંમેશા બહાર બોલવામાં ગભરાય છે. તેમણે કહ્યું કે, કેટલાક પુરૂષો જે ઉંચા હોદ્દા પર હોય છે, તે લોકો આવું કરતા હોય છે, રાજનીતિ અને કેટલીએ કંપનીઓમાં પણ આવું થતું હોય છે.

મેનકાએ આગળ કહ્યું કે, મહિલાઓ હંમેશા બહાર બોલવાથી ડરતી હોય છે, કેમ કે તેમને લાગે ચે કે, લોકો તેમની મજાક ઉડાવશે અને તેના ચરિત્ર પર શંકા કરશે. પરંતુ હવે મહિલાઓ આ મુદ્દે ખુલીને બોલી રહી છે, તો તેમના આરોપોને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવી જોઈએ.
First published: October 12, 2018, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading