મહિલાને મળવા પોલીસ જવાન ઘરે પહોંચ્યો, પતિ જોઈ જતા બારીમાંથી લગાવી છલાંગ, હાલત ગંભીર

પ્રતિકાત્મક તસવીર

એક પરિણીત મહિલા મિત્રને મળવા પોલીસ જવાન તેના ઘરે પહોંચી ગયો હતો, મહિલાનો પતિ અચાનક આવી જતા પોલીસ જવાને બારીમાંથી કૂદી બચવાનો પ્રયત્ન કર્યો

 • Share this:
  મંડી: સમાજમાં અનૈતિક સંબંધોની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આજે આવી જ એક અનૈતિક સંબદની ઘટના હિમાચલ પ્રદેશથી સામે આવી છે. જેમાં એક પરિણીત મહિલા મિત્રને મળવા પોલીસ જવાન તેના ઘરે પહોંચી ગયો હતો, મહિલાનો પતિ અચાનક આવી જતા પોલીસ જવાને બારીમાંથી કૂદી બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગંભીર રીતે ઘાયલ થતા પહોંચી ગયો હોસ્પિટલ.

  હિમાચલ પ્રદેશ મંડી જિલ્લામાં પોલીસ બેડાને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને મળવા તેના ઘરે પહોંચેલા પોલીસ જવાને પકડાઈ જવાની બીકે જીવની પરવાહ કર્યા વગર છલાંગ લગાવી દીધી હતી. હાલમાં ઈજાગ્રસ્ત હેડકોન્સ્ટેબલેન આઈજીએમસી શિમલા રેફર કરવામાં આવ્યો છે. આ બાજુ એસપી મંડીએ આરોપી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે, અને જવાન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

  શું છે પુરો મામલો

  મંડીના કરસોગાની આ ઘટના છે. એક હેડકોન્સ્ટેબલ મહિલાને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો. આ દરમિયાન સ્વજનોએ તેને જોઈ લીધો. અફરા-તફરીમાં પોલીસ જવાને ડરીને બારીમાંથી છલાંગ લગાવી દીધી અને નીચે પડવાથી તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસ જવાનને ગંભીર હાલતમાં આઈજીએમસી શિમલા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

  બનાસકાંઠા: હત્યારી માતા, પ્રેમી સાથે ILU-ILUમાં 1.5 વર્ષનું રડતું બાળક અડચણ બનતા હત્યા કરી

  બનાસકાંઠા: હત્યારી માતા, પ્રેમી સાથે ILU-ILUમાં 1.5 વર્ષનું રડતું બાળક અડચણ બનતા હત્યા કરી

  શું કહ્યું અધિકારીએ

  એએસપી મંડી આશિશ શર્માએ આ મામલાની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે, આરપી પોલીસ જવાનનેલાઈન હાજિર કરાવનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલાના પતિએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી વિરુદ્ધ વિભાગીય તપાસનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. કરસોગ પોલીસ મહિલાનું નિવેદન પણ નોંધશે. હાલમાં જવાનને સારવાર માટે આઈજીએમસી શિમલા ખસેડવામાં આવ્યો છે.

  હમણા આવો જ એક અનૈતિક સંબંધનો મામલો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો હતો. જેમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા. દાંપત્યજીવન દરમ્યાન બન્નેને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી, બે દિવસ અગાઉ ભરતભાઈ તેમની પત્ની અને દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ, માતાજીના નૈવેધ કરવા તેમના વતન બુકણા ગામે માટે ગયા હતા. મોડી સાંજે પરત પોતાના ઘરે આવ્યા બાદ તેની પત્ની પેશાબ કરવાના બહાને બહાર જઈ તેના પ્રેમી ઉદા માજીરાણાના બાઈક પર બેસીએ ત્યાંથી નાસી ગઈ હતી. તે સમયે ભરતભાઈ ઠાકોરે બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો તેની પત્ની દોઢ વર્ષના પુત્રને લઈને તેના પ્રેમિના બાઇક પર બેસીને નાસી ગઈ હતી.

  બાદમાં ભરતભાઈ અને તેમના પરિવારજનોએ સતત બે દિવસ સુધી તેની શોધખોળ કરી હતી, તેમ છતાં પણ તેમની પત્ની ન મળતા આખરે તેઓ પીરગઢ ગામે તેમની સાસરીમાં બેઠા હતા, તે સમયે જ ઠાકોર સમાજના કેટલાક આગેવાનો ગાડીમાં તેની પત્ની અને મૃત બાળકને મુકવા માટે આવ્યા હતા.

  સંકટ સમયના ભાઈઓ! યુવતીએ હેરાનગતિની બસ ચીઠ્ઠી લખી અહીં પેટીમાં નાખી દેવાની, લેવાશે એક્શન

  સંકટ સમયના ભાઈઓ! યુવતીએ હેરાનગતિની બસ ચીઠ્ઠી લખી અહીં પેટીમાં નાખી દેવાની, લેવાશે એક્શન

  બાળકના મૃત્યુ પતિએ પૂછતા સામે આવ્યું કે, પત્ની મંજુલા તેના પ્રેમીના ઘરમાં હતી તે સમયે તેનો દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ વારંવાર રડ રડ કરતો હતો અને આજુબાજુના લોકોને ખબર ના પડી જાય તે માટે અડચણરૂપ બનેલા બાળકનું મોઢું દબાવ્યું હતું, જ્યારે તેના પ્રેમીએ તેની ગળું દબાવીને બંનેએ આ બાળકની હત્યા કરી દીધી. આ અંગે પિતા ભરતભાઈએ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે તેની પત્ની મંજુલા અને તેના પ્રેમી ઉદા અમીસંગભાઈ માજીરાણા સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:kiran mehta
  First published: