20 દિવસ બાદ મળી ગુમ મહિલા, કહ્યું, 6 વર્ષ નાના પ્રેમી સાથે રહીશ

News18 Gujarati
Updated: November 8, 2019, 3:17 PM IST
20 દિવસ બાદ મળી ગુમ મહિલા, કહ્યું, 6 વર્ષ નાના પ્રેમી સાથે રહીશ
પ્રતિકાત્મક તસવીર

ગુમ થયેલી મહિલા અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મહિલાને ઝડપી લીધા બાદ એક નિવેદન નોંધીને પરિવારજનોને સોંપવામાં આવી છે.

  • Share this:
હિમાચલ પ્રદેશ (મંડી) : 20 દિવસ બાદ પોલીસે ગુમ થયેલી મહિલાની ધરપકડ કરીને તેના પરિવારજનોને સોપી દીધી હતી. જોકે મહિલાએ પોલીસ અને પરિવારના સભ્યોને જણાવ્યું છે કે તે તેના પ્રેમી સાથે રહેશે. મામલો હિમાચલ પ્રદેશના મંડી જીલ્લાનો છે. મળતી માહિતી મુજબ મહિલા પોતાની 2 વર્ષની પુત્રીને મંડી જિલ્લાના બીએસએલ કોલોની પોલીસ સ્ટેશન હેઠળ ઘરે મૂકી ગઈ હતી.

આ છે મામલો

મળતી માહિતી મુજબ એક 28 વર્ષીય મહિલાએ 4 મહિના પહેલા ફોન પર એક યુવકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંનેએ વાત શરૂ કરી અને તે મહિલા તેની 2 વર્ષની પુત્રીને છોડીને ગુમ થઈ ગઈ. વર્ષ 2015માં તેના લગ્ન સુંદરનગરમાં આર્મી સૈનિક સાથે થયા હતા.

સાસરીવાળાઓ અનુસાર મહિલા 18 ઑક્ટોબરે અચાનક ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. આ અંગે સસરાએ 19 ઑક્ટોબરના રોજ બીએસએલ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મહિલાના પિયર પક્ષે પણ સાસરીયાઓ સામે પુત્રવધૂ ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

ગામમાં 22 વર્ષીય વ્યક્તિ પાસે મળી

સુંદરનગરના બીએસએલ પોલીસ મથકે નજીકના ગામમાં એક 22 વર્ષીય ઇલેક્ટ્રિશિયન પાસેથી મહિલાને ઝડપી પાડી હતી અને માતા અને સાસુ-સસરાને પહોંચાડવા માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી. પોલીસને અપાયેલા નિવેદનમાં પરિણીત મહિલાએ પુત્રી, પતિ અને સાસરિયાઓને છોડી પ્રેમી સાથે રહેવાનું કહ્યું છે. ડીએસપી સુંદરનગર ગુરબચન સિંહે જણાવ્યું હતું કે ગુમ થયેલી મહિલા અંગે બીએસએલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મહિલાને ફરીથી ઝડપ્યા પછી નિવેદન નોંધવામાં આવ્યું છે અને મહિલાને પરિવારજનોને સોંપવામાં આવી છે.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर