હિમાચલઃ મંડીથી BJP સાંસદ રામસ્વરૂપ શર્માનું સંદિગ્ધ મોત, ફંદાથી લટકેલો મળ્યો મૃતદેહ

બીજેપી સાંસદ રામસ્વરૂપ શર્માએ દિલ્હીમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

બીજેપી સાંસદ રામસ્વરૂપ શર્માએ દિલ્હીમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

 • Share this:
  મંડી/દિલ્હી. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મંડી (Mandi)થી બીજેપી સાંસદ (MP Ramswaroop Sharma) રામસ્વરૂપ શર્માનું સંદિગ્ધ સ્થિતિમાં મોત થવાના અહેવાલ છે. પ્રારંભિક જાણકારી મુજબ, તેમણે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, દિલ્હી (Delhi) સ્થિત નિવાસે આ ઘટના બની છે.

  સૂત્રો અનુસાર, સાંસદે ફંદા પર લટકીને જીવ આપી દીધો છે અને ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ મુજબ, દરવાજો અંદરથી બંધ હતો. સ્ટાફે ફોન કરી આ બાબતની જાણકારી આપી. પોલીસ આવતાં દરવાજો તોડવામાં આવ્યો અને પોલીસ અંદર દાખલ થઈ. સાંસદ દિલ્હીમાં ગોમતી અપાર્ટમેન્ટમાં રહેતા હતા અને આ એપાર્ટમેન્ટ RML હૉસ્પિટલની બિલકુલ સામે છે. ઘટનાસ્થળે પોલીસની ફોરેન્સિક ટીમ તપાસ કર્યા બાદ રવાના થઈ ગઈ છે.

  આ પણ જુઓ, Viral Video: ગુસ્સે થયેલા હાથી પાછળ પડતાં પ્રવાસીઓની ચિચિયારીઓ છૂટી ગઈ

  મળતી જાણકારી મુજબ, મંડીથી સાંસદ રામસ્વરૂપ શર્મા હાલના સમયમાં દિલ્હીમાં ગોમતી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. લોકસભા ચૂંટણી 2019માં તેઓ હોટ સીટ મંડીથી ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ બીજી વાર સંસદ પહોંચ્યા હતા. તેઓએ કૉંગ્રેસના ઉમેદવાર આશ્રય શર્માને લગભગ ચાર લાખ મતોના અંતરથી હરાવીને જીત નોંધાવી હતી. મંડી બેઠકની અત્યાર સુધીની આ સૌથી મોટી જીત હતી. બીજેપીએ સાંસદના નિધન બાદ હવે સંસદીય સમિતિની બેઠકને રદ કરી દીધી છે. હાલ, ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે સાંસદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.


  આ પણ વાંચો, બિલ ગેટ્સથી ઝુકરબર્ગ સુધી - Harvardના એવા ડ્રોપ આઉટ જેમણે દુનિયા બદલી નાંખી

  સાંસદ જ્યારે સવારે ઉઠ્યા નહીં તો કન્ટ્રોલ રૂમને ફોન કર્યો

  મળતી માહિતી મુજબ, સાંસદ રોજ સવારે 6:30 વાગ્યા સુધીમાં જાગી જતા હતા. આજે સવારે જ્યારે તેઓ 6:30 સુધી જાગ્યા નહીં તો તેમના પીએએ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો. પછી પોલીસે જ આવીને દરવાજો તોડ્યો. ઘરમાં કુક અને પીએ હાજર શતા અને પરિવારના બાકીના સભ્ય પૈતૃક ગામમાં રહે છે. મળતી માહિતી મુજબ 62 વર્ષીય સાંસદ ઘણા દિવસોથી બીમાર હતા. ઘટનાસ્થળેથી ઘણી દવાઓ મળી છે.

  (દિલ્હીથી શંકર આનંદના ઇનપુટની સાથે)
  Published by:Mrunal Bhojak
  First published: