Home /News /national-international /

મનાલીમાં પુલ તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ, બે બાળકો નદીના પ્રવાહમાં તણાયા

મનાલીમાં પુલ તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ, બે બાળકો નદીના પ્રવાહમાં તણાયા

સોલંગ ગામને જોડતો એકમાત્ર પુલ તૂટી ગયો છે

સોલંગ ગામને જોડતો એકમાત્ર પુલ તૂટી ગયો છે. સતત વરસાદ બાદ વ્યાસ નદીનું જળસ્તર વધ્યું છે અને તે બાદ આ પુલ તૂટી ગયો છે.

    મનાલી: પ્રવાસ માટે જાણીતા મનાલી (manali)માં એક મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. અહીં સોલંગ ગામને જોડતો એકમાત્ર પુલ તૂટી (bridge broke) ગયો છે. સતત વરસાદ બાદ વ્યાસ નદી (vyash river)નું જળસ્તર વધ્યું છે અને તે બાદ આ પુલ તૂટી ગયો છે. આ ઘટના સમયે હાજર લોકોનું કહેવુમં છે કે, પુલ તુટતાં બે બાળકો પણ નદીના પ્રવાહમાં વહી ગયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર પણ દોડી આવ્યું છે અને રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. નદીમાં વહી ગયેલા લોકોની ઓળખ થઇ શકી નથી.

    સોમવારે સોલંગ ગામમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. આ ઘટના દરમિયાન પુલ અને પુલની આસપાસ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અમુક લોકોનું કહેવું છે કે, બે બાળકો સાથે જ અન્ય કેટલાક લોકો પણ ઘસમસતા પ્રવાહમાં તણાઇ ગયા છે પરંતુ આ વાતની હાલ પુષ્ટી થઇ શકી નથી.

    આ પણ વાંચો: Food Delivery Boyએ ઓર્ડર લાવવામાં મોડું કરતાં ગુસ્સે થવાના બદલે અચંબિત થઈ ગયો ગ્રાહક

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી સોલંગ ગામને અન્ય વિસ્તારો સાથે જોડતાં પુલની નિર્માણ થઇ રહ્યું છે, પરંતુ અત્યાર સુધી તેનું કામ પૂરું થઇ શક્યું નથી. આ દરમિયાન ગ્રામજનો એક અસ્થાયી પુલનો ઉપયોગ કરતાં હતા તે પણ સોમવારે તુટી ગયો છે. હવે સોલંગ ગામનો સંપર્ક તૂટી ગયો છે. બીજી બાજુ, સતત વરસાદને લીધે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં ખતરો વધી રહ્યો છે. હિમાચલના કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનની વાત સામે આવી રહી છે અને સતત વરસાદથી સામાન્ય જીવનને પણ અસર પડી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bridge, Latest News, Manali, National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन