મનાલી: હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાને દેવભૂમિ કહેવાય છે. કુલ્લૂની સંસ્કૃતિ અને સભ્યતા દેશ-પ્રદેશના લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. અહીંયાં દેવી દેવતીઓ પ્રત્યે લોકોને ભારે આસ્થા છે અને દેવ આદેશોને સર્વોપરી માનવામાં આવે છે.
મનાલી સાથે આવતા ગૌશાલ અને સાથે અડીને આવેલા 8 ગામો હવે દોઢ મહિના સુધી સૂમસાન જોવા મળશે. અહીં પર કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાશે નહીં. આ ગામમાં ન તો ટીવી, ન મોબાઈલ તથા મંદિરની ઘંટડી વાગશે. અહીં આવતા સહેલાણીઓને પણ નિયમ પાળવાના હોય છે. સાંભળવામાં થોડુ અજીબ લાગશે, પણ આ સત્ય છે. " isDesktop="true" id="1320381" >
મનાલીના ઉઝી ઘાટીના નવ ગામ કેટલાય હજારો વર્ષથી ચાલી આવતી દેવ પરંપરાનું આજે પણ પાલન કરી રહ્યા છે. ઐતિહાસિક ગામ ગૌશાલમાં ફરી એક વાર મકરસંક્રાતિ બાદથી ટીવીને બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ મોબાઈલ ફોન પણ સાયલન્ટ મોડમાં નાખી દેશે. સાથે અહીં કોઈ પણ વ્યક્તિ ઉંચા અવાજે વાત નહીં કરી શકે. આગામી દોઢ મહિના સાથે ખેતીવાડીના કામ પણ નહીં થાય મંદિર માં પૂજા ઉપરાંત ઘંટડી પણ બંધ રહેશે. હકીકતમાં આ આદેશ અહીંના આરાદ્ય દેવતા ગૌતમ ઋષિ, વ્યાસ ઋષિ અને નાગ દેવતા તરફથી થયો છે અને આ આદેશ આગામી દોઢ મહિના સુધી લોકોએ પાલન કરવાના છે.
આ 9 ગામોમાં થયો છે આદેશ
મનાલીના ગામ ગૌશાલ, કોઢી, સોલંગ, પલચાન, રુઆડ, કુલંગ, નશનાગ, બુરુઆ અને મઝાચ ગામમાં દેવ પરંપરાને નિભાવ્યો છે. યુવા પેઢી પણ સદીઓથી ચાલી આવતી પરંપરાનું પાલન કરી રહી છે. હરિ સિંહ, કારદાર, ગૌતમ ઋષિનું કહેવું છે કે, આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને આજે પણ પરંપરા નિભાવામાં આવી રહી છે. પછી તે યુવાન હોય કે, અહીં આવતા પર્યટક, તમામે આ પરંપરા નિભાવવી પડે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર