Home /News /national-international /‘મજા નથી આવતી’ કહીને નોકરીમાંથી આપી દીધું રાજીનામું, વાયરલ થઇ રહ્યો છે લેટર

‘મજા નથી આવતી’ કહીને નોકરીમાંથી આપી દીધું રાજીનામું, વાયરલ થઇ રહ્યો છે લેટર

રાજેશ નામના વ્યક્તિના રાજીનામાના પત્રનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Viral News : નોકરી છોડવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે, કારણ કે નોકરી વગર ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે

દરેકને વ્યક્તિને નોકરી (Job)માં શાંતિની જરૂર હોય છે. આ ઉપરાંત પ્રમોશન (promotion) પણ સમયાંતરે મળવું જોઈએ. જો આમ ન થાય તો લોકો નોકરી છોડીને બીજી જગ્યાએ કામ કરવા ચાલ્યા જાય છે. એકંદરે આજના સમયમાં લોકો માટે પૈસા કરતા જોબ સેટીસફેક્શન (Job satisfaction) વધુ જરૂરી છે. ઘણા લોકો નોકરીની ગૂંચવણોથી ડિપ્રેશનમાં જતા રહે છે. નોકરી છોડવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે, કારણ કે નોકરી વગર ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે. પરંતુ નોકરીનું ટેન્શન સહન ન કરી શકનાર કર્મચારીનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. જેમાં તેણે નોકરીમાં મજા ન આવતી હોવાનું કહી રાજીનામું આપી દીધું હતું.

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ તાજેતરમાં જ એક ફોટો શેર કર્યો છે. જે રાજેશ નામના કોઈ વ્યક્તિએ ઓફિસમાં આપેલું રાજીનામું હોવાનું દેખાય થાય છે. સામાન્ય રીતે ઓફિસોમાં રાજીનામાં મેઇલ દ્વારા અથવા લેખિત અને નિશ્ચિત પેટર્નના આધારે આપવામાં આવે છે. પરંતુ હર્ષે જે ફોટો શેર કર્યો છે, તેમાં તે વ્યક્તિએ ખૂબ જ સરળ શબ્દોમાં રાજીનામુ આપી રહ્યો હોવાનું કહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા ઘણીવાર સોશિયલ મીડિયા પર વિચિત્ર પોસ્ટ્સ શેર કરે છે. તેમની ઘણી પોસ્ટ એટલી ફની હોય છે કે તે વાયરલ થવા લાગે છે.

આ પણ વાંચો - એક મંડપમાં વરરાજાએ બે દૂલ્હનો સાથે કર્યા લગ્ન, બાળક પણ રહ્યો હાજર

વિચિત્ર રીતે રાજીનામુ લખેલો પત્ર વાયરલ થયો

રાજેશ નામના વ્યક્તિના રાજીનામાના પત્રનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેણે આ પત્રમાં નોકરી છોડવાનું કારણ સીધેસીધું લખી નાખ્યું છે. તેણે લખ્યું છે કે, ડિયર સર, મજા નથી આવતી, હું રાજીનામું આપું છું. આ પત્રમાં 18 જૂન તારીખ પણ છે. આ અજીબોગરીબ રાજીનામુ જોઈને લોકો ઘણા આશ્ચર્યમાં પડી ગયા છે. કોઈએ વિચિત્ર રીતે રિઝાઇન કર્યું હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ રાજીનામા સાથે જોડાયેલા કેટલાક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે.

આ પત્રની સચ્ચાઈ કેટલી ?

આ પોસ્ટને 2000થી વધુ લોકોએ લાઈક કરી છે. ઘણા લોકોએ તેને રિટ્વીટ અને કોમેન્ટ કરી છે. અન્ય લોકોની જેમ તમારા મનમાં પણ સવાલ થતો હશે કે શું આ રાજીનામું અસલી છે કે પછી કોઈએ આ રીતે લખ્યું છે? કોમેન્ટ સેક્શનમાં દિનેશ જોશી નામના વ્યક્તિએ લખ્યું છે કે, સર, તમારી હેન્ડ રાઇટિંગ ખૂબ જ સાફ છે, મજા આવી ગઈ. આ કોમેન્ટનો જવાબ આપતા હર્ષે લખ્યું કે, તમે મને પકડી લીધો. હવે આ જોઈને રાજીનામું અસલી ન હોવાનું લાગે છે. હર્ષ ગોએન્કાએ પોતે પત્ર લખીને પોસ્ટ કર્યું હોય શકે.

આ પોસ્ટની સાથે તેમણે જે કેપ્શન લખ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ આ પોસ્ટ દ્વારા કંપનીના માલિકો અને સીનિયર કર્મચારીઓને સલાહ દેવા માંગે છે. તેમણે લખ્યું છે કે, આ પત્ર ટૂંકો છે પરંતુ તેનો અર્થ ખૂબ ઊંડો છે. આ ગંભીર સમસ્યા છે, જેને આપણે બધાએ ઉકેલવી પડશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ajab Gajab, Viral news