ખિસ્સામાં હતા માત્ર 3 રૂપિયા તો પણ દેખાડી પ્રમાણિકતા, 40 હજાર રૂપિયા ભરેલી બેગ પાછી આપી

News18 Gujarati
Updated: November 4, 2019, 5:59 PM IST
ખિસ્સામાં હતા માત્ર 3 રૂપિયા તો પણ દેખાડી પ્રમાણિકતા, 40 હજાર રૂપિયા ભરેલી બેગ પાછી આપી
પુણેમાં એક પ્રમાણિક વ્યક્તિએ 40 હજાર રૂપિયાથી ભરેલી બેગ મૂળ માલિકને પાછી આપી

સતારાના ધાનજી જગદાલેએ આર્થિક રીતે ખરાબ પરિસ્થિતિમાં પણ પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે.

  • Share this:
દુનિયામાં આજે પણ એવા લોકો છે, જેમનું ઈમાન પૈસા આગલ પણ ડગમગતુ નથી. આવો જ એક તાજો મામલો પુણેથી સામે આવ્યો છે, જ્યાં એક ગરીબ વ્યક્તિના ખિસ્સામાં માત્ર ત્રણ રૂપિયા હતા, અને તેણે 40 હજાર રૂપિયા ભરેલી બેગ તેના અસલી માલિકને પહોંચી દીધી.

સતારાના ધાનજી જગદાલેએ આર્થિક રીતે ખરાબ પરિસ્થિતિમાં પણ પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે. 54 વર્ષિય ધાનજી જગદાલેને દિવાળીના સમયે એક બસ સ્ટોપ પર 40 હજાર રૂપિયાથી ભરેલી બેગ મળી હતી. તેમણે આ બેગના અલી માલિકને શોધી બેગ પાછી લોટાવી દીધી.

હજાર રૂપિયાનું ઈનામ ના લઈ માત્ર 7 રૂપિયા લીધા

જગદાલેની પ્રમાણિકતાથી પ્રભાવિત થઈ બેગ માલિકે તેને ઈનામ તરીકે એક હજાર રૂપિયા આપ્યા તો, જગદાલેએ આ પૈસા લેવાની ના પાડી દીધી અને માત્ર સાત રૂપિયા લીધા. તેમના ખિસ્સામાં માત્ર ત્રણ રૂપિયા હતા અને સતારાથી તેમના ઘર માન તાલુકા સ્થિત પિંગાલી ગામ જવા માટે બસનું ભાડુ 10 રૂપિયા લાગતુ હતું.

જગદાલેએ કહ્યું કે, હું કોઈ કામથી દિવાળી પર દહિવાડા ગયો હતો અને પાછા ફરતા સમયે બસ સ્ટોપ પર આવ્યો. ત્યારે મને મારી બાજુમાં નોટોથી ભરેલી એક મને મળી. મે આજુ-બાજુ લોકોને પુછ્યું. આ સમયે મે એક પરેશાન વ્યક્તિને જોયો, જે કઈંક શોધી રહ્યો હતો. હું તુરંત સમજી ગયો કે નોટો ભરેલી આ બેગ તે વ્યક્તિની જ હશે.

પત્નીના ઓપરેશનના હતા પૈસાતેમણે કહ્યું કે, તે વ્યક્તિએ કહ્યું કે, આ બેગમાં 40 હજાર રૂપિયા છે. તેણે તે રૂપિયા પોતાની પત્નીના ઓપરેશન માટે રાખ્યા હતા. તેણે મને એક હજાર રૂપિયા આપવા માંગતા હતા. પરંતુ, મે માત્ર સાત રૂપિયા લીધા કારણ કે, મારા ગામ સુધીનું બસનું ભાડુ 10 રૂપિયા થાય છે અને મારા ખિસ્સામાં માત્ર 3 રૂપિયા હતા.

નેતાઓએ કર્યું સન્માન
આ સંબંધમાં જાણકારી સામે આવ્યા બાદ સતારાના ભાજપા ધારાસભ્ય શિવેન્દ્રરાજ ભોસલે, પૂર્વ સાંસદ ઉદયનરાજ ભોસલે અને કેટલાક અન્ય સંગઠનોએ જગદાલેનું સન્માન કર્યું. જોકે, તેમણે રોકડ પુરસ્કાર લેવાની ના પાડી દીધી.
First published: November 4, 2019, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading