Home /News /national-international /OMG! ડ્રાઈવરની નોકરી કરતો વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ, Dream-11માં ₹59 લગાવી જીત્યા ₹2 કરોડ

OMG! ડ્રાઈવરની નોકરી કરતો વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ, Dream-11માં ₹59 લગાવી જીત્યા ₹2 કરોડ

ડ્રાઈવરની ફાઈલ તસવીર

Car driver become crorepati: ડ્રીમ 11 પર ટીમ બનાવીને કરોડપતિ બનેલા રમેશના ઘરમાં ખુશીનો માહોલ છે. કોઈ માની ન શકે કે તેની પાસે આટલી મોટી રકમ છે, જે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું.

વર્તમાન સમયમાં દેશભરમાં આઈપીએલ (IPL)ની ધૂમ મચી છે. ક્રિકેટ પ્રેમીઓ દરેક મેચની મજા માણી રહ્યા છે. કેટલાક ક્રિકેટ ચાહકો કરોડપતિ પણ બની રહ્યા છે. આવા કેટલાક નસીબદાર ક્રિકેટ પ્રેમીઓમાંથી એક રમેશ કુમાર છે. જે બિહારના સારણ જિલ્લાનો રહેવાસી છે. કાર ડ્રાઈવર રમેશે ડ્રીમ-11 (DREAM-11)માં IPL ટીમ પસંદ કરીને રૂ. 2 કરોડ જીત્યા છે. DREAM-11 પર રમેશે પસંદ કરેલી IPLટીમ દેશમાં નંબર વન હતી અને તેણે 2 કરોડ ઈનામ તરીકે જીત્યા હતા. ડ્રીમ 11 પર ટીમ બનાવીને કરોડપતિ બનેલા રમેશના ઘરમાં ખુશીનો માહોલ છે. કોઈ માની ન શકે કે તેની પાસે આટલી મોટી રકમ છે, જે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું.

ભારતમાં ક્રિકેટ ચાહકોની કોઈ કમી નથી. લાખો લોકો ક્રિકેટ જુએ છે. પરંતુ આ નસીબદાર ક્રિકેટ પ્રેમીઓમાંથી કેટલાક પૈસાદાર પણ બની જાય છે. સારણ નિવાસી રમેશ કુમાર પણ તેમના ભાગ્યશાળીઓમાંના એક છે. મળતી માહિતી મુજબ રમેશ કુમાર સારણ જિલ્લાના અમનૌર બ્લોકના રસુલપુર ગામનો રહેવાસી છે. તેના પિતા મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવે છે ને તે પોતે ડ્રાઈવર છે.

રમેશ પોતે પશ્ચિમ બંગાળમાં કાર ચલાવીને પૈસા કમાય છે. હવે રમેશ રાતોરાત કરોડપતિ બની ગયો છે. અમનૌર પોલીસ સ્ટેશન વિસ્તારના કાજ રસુલપુર નિવાસી જગદીશ મહતોના પુત્ર રમેશ કુમારે DREAM-11 પર આવી IPL ટીમ બનાવી જે દેશમાં નંબર વન હતી. રમેશ અઠવાડિયા પહેલા પશ્ચિમ બંગાળથી તેના ઘરે આવ્યો હતો.

DREAM-11 પર વર્ષોથી બનાવી રહ્યા છે ટીમ
રમેશે જણાવ્યું કે, તે વર્ષોથી ડ્રીમ-11 પર ટીમ બનાવતો હતો. ગયા મંગળવારે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ પહેલા તેણે IPL ટીમ બનાવી હતી. તેણે આ ટીમમાં કગીસો રબાડાને કેપ્ટન અને શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવ્યો.

આ પણ વાંચોઃ-113 મહિલાઓને ફોન કરી અભદ્ર વાતો કરતા નરાધમની ધરપકડ, 36 જીલ્લાની પોલીસ કરી રહી હતી શોધખોળ

આ મેચમાં રબાડાએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શિખરે શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. મેચ પુરી થયા બાદ રમેશે બનાવેલી ટીમને સૌથી વધુ પોઈન્ટ મળ્યા અને તેની આઈપીએલ ટીમ દેશમાં નંબર વન રહી. આ પછી રમેશને 2 કરોડ રૂપિયા જીતવાનો મેસેજ આવ્યો. આ માટે તેની ખુશીનો કોઈ પાર ન હતો. આ પછી GST બાદ તેમના ખાતામાં 1 કરોડ 40 લાખ રૂપિયા આવ્યા.

આ પણ વાંચોઃ-OMG! મહિલા PSIએ લગ્નના થોડા મહિના પહેલા જ ભાવિ પતિની કરી ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો

59 રૂપિયા લગાવી જીત્યા 2 કરોડ
રમેશ હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. જેને ગઈકાલ સુધી કોઈ જાણતું ન હતું, આજે તે હીરો બની ગયો છે. રમેશે કહ્યું કે તેને વિશ્વાસ ન હતો કે ભગવાને તેના માટે કુબેરનો ભંડાર ખોલી દેશે. રમેશે જણાવ્યું કે તેણે ડ્રીમ-11 પર 59 રૂપિયા લગાવીને ટીમ બનાવી હતી અને 2 કરોડ રૂપિયા જીત્યા હતા.
First published:

Tags: Driver, OMG

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો