PM-રાષ્ટ્રપતિનો યોગ ટીચર હોવાનું કહી કરતો હતો ઠગાઈ, અંતે ભાંડો ફૂટ્યો

PM-રાષ્ટ્રપતિનો યોગ ટીચર હોવાનું કહી કરતો હતો ઠગાઈ, અંતે ભાંડો ફૂટ્યો
અભિષેકે રશિયન મહિલા સાથે રોકાણના નામે પાંચ લાખની ઠગી કરી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી યુવક ઋષિકેશના તપોવનમાં ઋષિધામ નામથી પોતાનો યોગ આશ્રમ પણ ચલાવે છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે જે પોતાને ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનો યોગ ટીચર હોવાનું કહીને લોકો સાથે ઠગી કરતો હતો. પોલીસે આરોપી યુવકની ઓળખ 30 વર્ષીય અભિષેક તરીકે કરી છે. તે મૂળે ઉત્તરાખંડનો રહેવાસી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી યુવક ઋષિકેશના તપોવનમાં ઋષિધામ નામથી પોતાનો યોગ આશ્રમ પણ ચલાવે છે.

    પોલીસ અનુસાર તેમને એક રશિયન નાગરિકની ફરિયાદ મળી હતી કે આરોપીએ આશ્રમમાં રોકાણના નામે તેના પાસેથી પાંચ લાખ રૂપિયા ઠગી લીધા છે. આરોપીની વિરુદ્ધ ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપીથી તેની દોસ્તી ફેસબુક દ્વારા થઈ હતી. પીડિતા પોતે પણ થાઈલેન્ડમાં એક યોગ ટીચર છે.



    આ પણ વાંચો, 1984 શીખ વિરોધી રમખાણોઃ ફેંસલો સંભળાવતા ભાવુક થયા જજ, પીડિત પક્ષના વકીલ પણ રડી પડ્યા

    પીડિતાએ જણાવ્યું કે આરોપી અભિષેક પોતાને વડાપ્રધાનનો યોગ ટીચર હોવાનું કહીને તેને પ્રભાવિત કરી અને બાદમાં તેણે પોતાના આશ્રમમાં રોકાણના નામે પાંચ લાખ રૂપિયા ઠગી લીધા. મામલાની તપાસ કરનારા અધિકારીએ જણાવ્યું કે મામલાની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે તે લોકો સાથે ઠગી કરવા માટે પીએમ અને રાષ્ટ્રપતિના મોર્ફ્ડ તસવીરો પણ સોશિયલ મીડિયા પર મૂકતો રહેતો હતો. લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે તે જણાવતો હતો કે તે દેશ ઉપરાંત વિદેશમાં પણ યોગ શીખવાડવા જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 17, 2018, 11:40 am

    ટૉપ ન્યૂઝ