FB પર પ્રેમ થતા યુવતીને મળવા કાશ્મીરથી હિમાચલ પહોંચ્યો, અને પછી...

News18 Gujarati
Updated: July 8, 2019, 5:50 PM IST
FB પર પ્રેમ થતા યુવતીને મળવા કાશ્મીરથી હિમાચલ પહોંચ્યો, અને પછી...
પોલીસ પાસે મામલો પહોંચ્યો તો જાણવા મળ્યું કે યુવક આતંકવાદી નહીં, પરંતુ એક પ્રેમી છે.

પોલીસ પાસે મામલો પહોંચ્યો તો જાણવા મળ્યું કે યુવક આતંકવાદી નહીં, પરંતુ એક પ્રેમી છે.

  • Share this:
હિમાચલ અને ઉત્તરાખંડની સરહદ પર આવેલા ગામમાં પોતાની પ્રેમિકાને મળવા આવેલા યુવકની લોકોએ પીટાઇ કરી દીધી. પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ભીડ યુવકને આતંકવાદી ગણાવી રહ્યાં છે. લોકોએ યુવકની પાસે હથિયાર હોવાની વાત પણ કરી, પરંતુ પોલીસ તપાસમાં મામલો પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું.

પોલીસ પાસે મામલો પહોંચ્યો તો જાણવા મળ્યું કે યુવક આતંકવાદી નહીં, પરંતુ એક પ્રેમી છે. જે પોતાની પ્રેમીકાને મળવા જમ્મુ કાશ્મીરથી હિમાચલ અને ઉત્તરાખંડની સરહદ પર સ્થિત હટાલ ગામ પહોંચ્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ 'અમરા જીવનને બરબાદ કરવામાં પરિવારના પ્રિયજનોનો જ હાથ છે'

6 મહિના પહેલા ફેસબૂક પર હટાલ ગામની એક યુવતી સાથે જમ્મુ કાશ્મીરના મુખલ ગામના વિજય કુમાર નામના યુવકની મિત્રતા થઇ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એક-બીજા સાથે વાત કરવા લાગ્યા હતા અને બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. બાદમાં યુવક જમ્મુ કાશ્મીરથી હટાલ પહોંચ્યો તો ગામના લોકોએ આંતકવાદી સમજી યુવકની પિટાઇ કરી.

બાદમાં ગામલોકોએ યુવકને પોલીસ હવાલે કર્યો, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે છેલ્લા 6 મહિનાથી જમ્મુ કાશ્મીરના યુવક અને હટાલ ગામની યુવતી એક બીજાના સંપર્કમાં હતા, યુવતીની પોલીસે પુછપરછ કરી તો તેણીએ સ્વીકાર્યું તો બંને એકબીજાને પ્રેમ કરે છે અને તેણીએ જ યુવકને મળવા માટે ગામ બોલાવ્યો હતો.

જો કે પોલીસે સોશિયલ પ્લેટફોર્મની તમામ ડિટેઇલ ચેક કરી અને યુવકના ઘરવાળાને જાણ કરી હતી. હાલ સુરક્ષાને ધ્યાને રાખી પોલીસે યુવકને કસ્ટડીમાં રાખ્યો છે. પોલીસ સ્ટેશને મામલાને પુષ્ટી કરી જણાવ્યું કે યુવકના પરિવારજનોને બોલાવવામાં આવશે.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...