સવાર સવારમાં ચાની સાથે બ્રેડ અથવા ટોસ્ટ ખાવાની એક અલગ જ મજા હોય છે. ખાલી પેટ ચા પીવી સારી બાબત નથી. તેથી સવારમાં બ્રેડ અથવા ટોસ્ટ સૌથી સારો નાશ્તો કહેવાય છે. ઘણા લોકો એવા પણ હોય છે, જેમને ટોસ્ટ એટલા પસંદ હોય છે કે, એક બેઠેકે જ ગપાગપ ખાઈ જતાં હોય છે, પણ શું આપ જાણો છો કે, આપના આ ફેવરીટ ટોસ્ટ આખરે કેવી રીતે બને છે. જો એક વાર આપ ફેક્ટરીનો અંદરનો વીડિયો જોશો, તો ટોસ્ટ ખાવાનું કાયમ માટે છોડી દેશો.
ઈંસ્ટાગ્રામ gamerkebaap પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ટોસ્ટ મેકિંગ જોઈને આપના હોશ ઉડી જશે. નાનપણથી જે વાચ ડરાવવા માટે કહી અને સાંભળવામાં આવી, તે આંખોની સામે સાચી સાબિત થતી જોઈ. એક વર્કર ટોસ્ટ બનાવવા માટે તૈયાર કરવામાં આવતા લોટને પગથી ગૂંથીને તૈયાર કરે છે. તો વળી પકડાઈ જતાં ભૂલ નહીં હોવાની કહી રહ્યો છે, આ વીડિયોને 1 લાખથી વધારે લાઈક્સ મળી ચુકી છે.
સોશિયલ મીડિયા પર ટોસ્ટ મેકીંગનો વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે, જેને એક શખ્સે છાનામાના પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે અને પોલ ખોલી નાખી છે. એક શખ્સ ટોસ્ટનો લોટ ગૂંથવા માટે પગની મદદ લઈ રહ્યો છે. કેમ કે આ લોટને વધારે તાકાતની જરુર પડે છે. તેથી હાથની જ્ગ્યાએ પગથી તે લોટ મસળી રહ્યો છે. ફેક્ટરીમાં તેના ઉપરાંત કોઈ નહોતું. તેથી હાથની જગ્યાએ પગનો ઉપયોગ કરીને લોટ ગૂંથી રહ્યો છે. ફેક્ટરીમાં તેના સિવાય કોઈ નહોતું. તેથી આ શખ્સ આરામથી તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને સફાઈ કરનારા કામ તે પગથી કરી રહ્યો છે. આ વીડિયોને એક શખ્સે ધીમેથી તેને ખબર ન પડે તે રીતે ઉતારી લીધો હતો.
વીડિયોએ લોકોનું દિલ તોડી નાખ્યું
વીડિયો રેકોર્ડ કરનરા શખ્સ વર્કરની સામે પહોંચીને તેના માલિકનો ફોન નંબર માગે છે. જેથી તેના કાંડ તેને કહી શકે. બાદમાં વર્કરની હાલત ખરાબ થઈ ગઈ. અલગ અલગ બહાના બનાવવા લાગ્યો. બધાને હેરાની ત્યારે થઈ જ્યારે નજરની સામે જોવા મળેલું સચ કેમેરામાં કેદ થઈ ગયું. જેને આપ પણ જોઈ શકશો. આ પ્રકારના આહાર ખાવાથી દૂર રહેવું જોઈએ. જેમાં સફાઈની કોઈ ગેરેન્ટી હોતી નથી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર