રમતી વખતે ઘોંઘાટ કરી રહ્યા હતા બે બાળકો, પડોશીએ ચોથા માળેથી નીચે ફેંક્યા, એકનું મોત

News18 Gujarati
Updated: June 15, 2020, 11:16 AM IST
રમતી વખતે ઘોંઘાટ કરી રહ્યા હતા બે બાળકો, પડોશીએ ચોથા માળેથી નીચે ફેંક્યા, એકનું મોત
પ્રતિકાત્મક તસવીર

બાળકોને નીચે ફેંકી કરી ક્રૂરતાની હદ વટાવી, આરોપી શિવકુમારે પોતાનો ગુનો કબૂલી લીધો

  • Share this:
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા (Kolkata)માં એક વ્યક્તિએ ક્રૂરતા દર્શાવતા બે બોળકો ઘોંઘાટ કરતા હોવાના કારણે તેમને ચાર માળની બિલ્ડિંગથી નીચે ફેંકી દીધા. આ કારણે બે વર્ષીય બાળકનું મોત થઈ ગયું અને 6 વર્ષીય એક અન્ય બાળક ઘાયલ છે. ઘટના બુર્રાબાજાર વિસ્તારની છે. આરોપીની ઓળખ 55 વર્ષીય શિવકુમાર ગુપ્તાના રૂપમાં થઈ છે. પોલીસે તેની પર હત્યા અને હત્યાના પ્રયાસનો કલમો લગાવીને કેસ નોંધ્યો છે.

આરોપીએ ગુનો કબૂલી લીધો

ન્યૂઝ18 સાથે વાત કરતાં કોલકાતાના જોઇન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) મુરલીધર શર્માએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. કમિશ્નરે જણાવ્યું છે કે આરોપ બાળકોના ઘોંઘાટના કારણે ચિઢાઈ ગયો હતો. થોડાક દિવસો પહેલા પણ આ મામલે તે બાળકો પર ગુસ્સે ભરાયો હતો પરંતુ બાળકોના માતા-પિતાએ મામલો શાંત કરાવ્યો હતો. પરંતુ રવિવારે ફરીથી બાળકો રમવા લાગ્યા. શિવકુમારને ગુસ્સો આવી ગયો અને પછી તેણે આ ક્રૂર પગલું ભરી દીધું.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ફાંસો ખાવાથી થયું મોત

બીજું પણ છે કારણ?

આ ઘટનાની પાછળ બીજો એક એન્ગલ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીનો આ બંને બાળકોના પિતા સાથે પંદર દિવસ પહેલા વિવાદ થયો હતો. મામલો માત્ર બાળકો સાથે જોડાયેલો નહોતો. એવી પણ માહિતી મળી રહી છે કે શિવકુમાર ગુપ્તા ઝઘડાળુ પ્રકૃતિનો વ્યક્તિ છે અને પડોશીઓ સાથે અનેકવાર તેનો ઝઘડો થાય છે. જોકે કમિશ્નર શર્માએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતઃ આત્મહત્યા પહેલાના એ 12 કલાક! ક્યારે, શું અને કેવી રીતે થયું?
First published: June 15, 2020, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading