સલમાનને મારી નાખવાની ધમકી, આરોપીએ કહ્યુ- કોર્ટ નહીં, હું સજા આપીશ

News18 Gujarati
Updated: October 3, 2019, 11:17 AM IST
સલમાનને મારી નાખવાની ધમકી, આરોપીએ કહ્યુ- કોર્ટ નહીં, હું સજા આપીશ
સલમાન ખાનની ફાઇલ તસવીર

કાળિયાર શિકારના ગુનામાં કોર્ટ સલમાનને શું સજા કરશે, હું તેનો જીવ લઈશ, હું સજા આપીશ : આરોપી

  • Share this:
જોધપુર : બૉલિવડુ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. આ પોસ્ટ વાયરલ (Post Viral) થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. જોકે, ચોંકાવનારી વાત એ રહી કે આરોપીને પોલીસે કાર ચોરી કરતાં પકડ્યો ત્યારે ખુલાસો થયો કે આ એ જ વ્યક્તિ છે જેણે સલમાન ખાનને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ જૈકી બિશ્નોઈ તરીકે થઈ છે.

'કોર્ટ નહીં, હું આપીશ સજા'

આરોપી જૈકી બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. તેમાં તેણે સલમાન ખાનને ધમકી આપતાં કહ્યુ હતું કે તેને તેના ગુના માટે કોર્ટ શું સજા આપશે, હું તેનો જીવ લઈશ..તેને હું સજા આપીશ. જૈકીએ જ્યારે આ પોસ્ટ મૂકી તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ પોસ્ટ તેણે કાળિયાર શિકાર કાંડને ધ્યાને લઈ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ પબ્લિસિટી માટે આ પોસ્ટ મૂકી હતી.

ચોરેલી કાર પકડી તો ભેદ ઉકેલાયો

પોલીસે બે આરોપીઓને સંદિગ્ધ માનતાં કેટલાક દિવસો પહેલા ચેકિંગ દરમિયાન રોક્યા હતા. તેઓ બંને એક લક્ઝરી કારમાં સવાર હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે કાર ચોરીની છે અને બંને માદક પદાર્થોની તસ્કરી કરે છે. તેના માટે કારોની ચોરી પણ કરે છે. જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તો સામે આવ્યું કે બંનેમાંથી એક આરોપી જૈકી એ જ વ્યક્તિ છે, જેણે સલમાન ખાનને સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો,

રાનૂ મંડલ અંગે બોલ્યો સલમાન, કહ્યું, મે નથી આપ્યું ઘર કે કાર
IIFAમાં સલમાનની પાછળ પહોચ્યું કુતરું, સોશિયલ મીડિયા પર આવી ફની કમેન્ટ્સ
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर